ભાવનગરમાં કોરોનાથી વધુ ૪ના મોત : નવા ૧૯૦ કેસ

17 May 2021 08:50 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાથી વધુ ૪ના મોત : નવા ૧૯૦ કેસ

આજે ૩૬૬ લોકો ડિસ્ચાર્જ થયા : જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૯,૮૬૫ કેસો પૈકી ૩,૯૦૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર:
ભાવનગરમાં આજરોજ ૧૯૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૧૯,૮૬૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૭૫ પુરૂષ અને ૩૨ સ્ત્રી મળી કુલ ૧૦૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૩, ઘોઘા તાલુકામાં ૧૯, તળાજા તાલુકામાં ૨૩, મહુવા તાલુકામાં ૩, સિહોર તાલુકાઓમાં ૧, પાલીતાણા તાલુકામાં ૧૦, ઉમરાળા તાલુકામાં ૫, ગારીયાધાર તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૫ કેસ મળી કુલ ૮૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા બે દર્દીઓ અને વલ્લભીપુર તાલુકાનાં પિપરીયા ગામ ખાતે રહેતા એક અને ઉમરાળા ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૪ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયા બાદ કુલ મૃત્યુઆંક ૨૫૯ થયો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૫૨ અને તાલુકાઓમાં ૧૪૪ કેસ મળી કુલ ૩૬૬ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૧૯,૮૬૫ કેસ પૈકી હાલ ૩,૯૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement