#RAJKOT : અબોલ જીવને પણ મળી સલામતી : જિલ્લાના ૧૮૧૧ પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

17 May 2021 10:53 PM
Rajkot Saurashtra
  • #RAJKOT : અબોલ જીવને પણ મળી સલામતી : જિલ્લાના ૧૮૧૧ પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

● સાવધાની અને પૂર્વ તૈયારી માટે પશુપાલાન ખાતાની ટીમ, વેટરનરી ડોકટરો સ્ટેન્ડ બાય ● લોધિકા તાલુકાના દેવગામ ખાતે ચારણ સમાજના માલધારીઓના ૪૪૫ જેટલા પશુધનને ગામની ગૌશાળા ખાતે સ્થળાંતર કરાયા : માલધારી પરિવારોને દેવગામની પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો

રાજકોટઃ
વાવાઝોડાની સંભવિત અસરથી રાજકોટ જિલ્લાના પશુધનને બચાવવા જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના (સ્ટેટ) નાયબ પશુપાલક નિયામક કે.યુ. ખાનપરાએ જિલ્લાના પશુપાલકોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વાવાઝોડાની આ સંભવિત પરિસ્થિતિમાં અતિ વૃષ્ટિ જેવા પ્રસંગોએ તેમના પશુઓને બચાવવા માટે પશુઓને સાંકળ, દોરીથી બાંધીને ન રાખવા, જેથી પશુઓ બંધન મુકત હશે તો પુર જેવા પ્રસંગે પોતાનો સ્વબચાવ કરી શકે છે. આ ઉપરાંત પશુઓને ખુલ્લામાં પણ ન રાખવા જેથી વીજળી પડવા સહીતના જોખમથી તે બચી શકે.

પશુઓના નિદાન સારવાર માટે રાજકોટ જિલ્લામાં ૧૬ જેટલી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર ૧૦૬૨ છે. હાલ આપતિના સમયમાં પશુપાલન ખાતા દ્વારા તાલુકા કક્ષાએ લીડર-લાઇઝન ઓફિસર સહિતની ટીમ ઉભી કરી છે. જે ગામડે જઇને પશુઓનું રક્ષણ અને બચાવ કરી શકે. તેમજ પશુપાલકોએ આવી સ્થિતીમાં શું કરવુ જોઇએ તે અંગેનું માર્ગદર્શન આપી શકે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં દવા, ઇંજેકશન, રસી વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં તાલુકા દીઠ એક એવા અગિયાર વેટરનરી ડોકટરો તેમજ પશુ ધન નિરિક્ષકો છે. તેમ ડો. ખાનપરાએ જણાવ્યુ હતું.

પશુપાલકોએ રાખવાની તકેદારી
પશુપાલન ખાતાના અધિકારી રાખોલિયાના જણાવ્યા અનુસાર પશુઓને નિચાણવાળા, પાણી ભરાય તેવા, વહેતા નદી કે ઝરણાં પાસેના સ્થળોએ ન બાંધવા, પશુઓને વિજળીના, વિજ વાયરથી નજીકના સ્થળોએ ન બાંધવા, પશુઓને કાચા જર્જરીત રહેઠાણ વૃક્ષ નીચે આશ્રય ન આપવો. વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરવા ન જવા દેવા જોઇએ.
આ ઉપરાંત પશુપાલકોએ ૩૨ કલાક ચાલે તેટલો ઘાસચારો પાણીનો સંગ્રહ સુરક્ષિત જગ્યાએ કરી રાખવો જોઇએ. પશુપાલકો પાસે માલિકીની પાકી જગ્યા ઉપલબ્ધ ન હોય તો ગામની સાર્વજનિક સલામત ખુલ્લી જગ્યા જેવી કે ગામની ગૌશાળા, પાંજરાપોળ વગેરે જગ્યાએ પશુઓને રાખવા જોઇએ. તેમ રાખોલિયાએ જણાવ્યુ હતું.

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ખાતે ચારણ સમાજના માલધારીઓના ૪૪૫ જેટલા પશુધનને દેવગામ ગૌશાળા ખાતે સ્થળાંતર કરી સુરક્ષિત રાખવામાં આવ્યા છે, તેમજ માલધારીઓને દેવગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. તાઉતે વાવાઝેાડાની અસરોથી બચાવ અર્થે રાજકોટ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જિલ્લામાં ૮ તાલુકાના ૭૦૫ પશુ માલીકોના કુલ ૧૮૧૧ પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

Related News

Loading...
Advertisement