મોરબી શહેર સહિત જિલ્લામાં છેલ્લા દોઢ કલાકથી વીજપુરવઠો ખોરવાયો : પાંચ તાલુકામાં ૩૦ થી વધુ ફિડરો બંધ

17 May 2021 11:27 PM
Morbi Saurashtra
  • મોરબી શહેર સહિત જિલ્લામાં છેલ્લા દોઢ કલાકથી વીજપુરવઠો ખોરવાયો : પાંચ તાલુકામાં ૩૦ થી વધુ ફિડરો બંધ

મોરબી સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે ત્યાં વીજ પુરવઠો ખોરવાતા તંત્રમાં દોડધામ મચી ગઈ

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી:
મોરબી શહેર સહિત જિલ્લામાં છેલ્લા દોઢ કલાકથી વીજપુરવઠો ખોરવાયો છે. મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા એમ પાંચેય તાલુકામાં વિજ પુરવઠો ઠપ્પ થયો છે. લગભગ ૩૦ થી વધુ ફિડરો બંધ થતાં તમામ તાલુકાની અંદર હાલમાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. વીજ કંપનીની જુદી - જુદી ટીમો દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા માટે થઈને કવાયત શરૂ કરાઈ છે. સૌથી અગત્યની માહિતી એ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે ત્યાં વીજ પુરવઠો ખોરવાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement