કોરોના સારવાર માટે નવી ગાઇડલાઇન : પ્લાઝ્મા થેરાપી અસરકારક નથી, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માંથી હટાવવામાં આવી; ICMRનો નિણર્ય

18 May 2021 03:04 AM
Government Health India
  • કોરોના સારવાર માટે નવી ગાઇડલાઇન : પ્લાઝ્મા થેરાપી અસરકારક નથી, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માંથી હટાવવામાં આવી; ICMRનો નિણર્ય

ન્યુ દિલ્હી / સાંજ સમાચાર digital

કોરોનાના (Covid-19) દર્દીને આપવામાં આવી રહેલી (Plasma Therapy) પ્લાઝ્મા થેરાપીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ માં સત્તાવાર રીતે હવે હટાવી દેવામાં આવી છે.

AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની નેશનલ ટાસ્ક ફોર્સ તથા હેલ્થ મિનિસ્ટ્રીની જોઈન્ટ મોનિટરીંગ ગ્રુપે શનિવારે આ અંગે જાહેરાત કરતા રિવાઈઝ્ડ ક્લિનિકલ ગાઈડન્સ જાહેર કરી હતી, જેમાં પ્લાઝમા થેરાપી કોરોના દર્દીઓ માટે સારવારમાં અસરકારક નથી જણાય તેને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માંથી કાઢી નાખવામાં આવી છે.

ICMRનું માનવું છે કે દુનિયાભરમાં દર્દીઓના સારવારના આંકડા પ્લાઝ્મા થેરાપીને અસરકારક થવા અથવા કોરોના દર્દીને ક્રિટીકલ થતા અટકાવવામાં સાબિત કરતા નથી. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2020માં ICMRએ તેના સ્ટડીમાં કહ્યું હતું કે પ્લાઝ્મા થેરાપી કોરોનાની સારવારમાં મદદરૂપ નથી. તેમ છતાં તેને ભારતના ક્લિનીકલ પ્રોટોકોલથી હટાવવાનો નિર્ણય લેવામાં 8 મહિનાનો સમય લાગ્યો હતો.

અગાઉથી જ વિરોધ થતો હતો
દેશમાં કોરોનાના વધી રહેલા કેસ સાથે પ્લાઝ્મા ડોનરની માંગમાં પણ ઝડપ આવી છે. ત્યાં સુધી કે એક્સપર્ટ્સ પણ કોરોના દર્દી માટે પ્લાઝ્મા થેરાપીની અસરકારકતા અંગે ચિંતિત થઈ જાય છે. અગાઉ પણ મેડિકલ પ્રોફેશનલ્સે પ્લાઝ્મા થેરાપીને અપ્રચલિત દર્શાવી હતી.

પ્લાઝમા ડોનર માટે સોશ્યલ મીડિયા પર મદદ માંગવામાં આવતી :
કોન્વલ્સેન્ટ પ્લાઝ્મા થેરાપી એક એવી પ્રક્રિયા છે,જેમાં કોવિડ ઈન્ફેક્શનથી રિકવર થયેલ વ્યક્તિ ૨૮ દિવસ બાદ તેના શરીરમાંથી લોહી લેવામાં આવે છે. લોહીના પીળા તરલ ભાગને કાઢી નાંખવામાં આવે છે. તેને ઈન્ફેક્ટેડ દર્દીના શરીરમાં ચડાવવામાં આવે છે. થિયરી કહે છે કે જે વ્યક્તિને ઈન્ફેક્શનનો સામનો કરવાનો છે તેના શરીરમાં એન્ટીબોડી બનવા લાગે છે. આ એન્ટીબોડીઝ લોહીમાં ભળીને ઈન્ફેક્ટેડ વ્યક્તિના ઈમ્યુન સિસ્ટમને મજબૂતી આપે છે. તેનાથી ઈન્ફેક્ટેડ વ્યક્તિના ગંભીર લક્ષણ નબળા પડવા લાગે છે અને દર્દીનો જીવ બચી જાય છે, તે એક દાવો છે. કોરોના સારવાર લઈ રહ્યા દર્દીઓના સગા વ્હાલા દ્વારા
પ્લાઝમા માટે અનેક વખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી ડોનરની શોધ કરવામાં આવતી હોય છે. પ્લાઝમાં ના ઉપયોગ માટે ડોનર અને રીસીવરનું બ્લડ ગૃપ મેચ થતું હોય, એક સરખું હોય તો જ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement