’હું કૃષિમંત્રી સાથે તમારી મિટિંગ કરાવી દઈશ’, તેમ કહીં નિવૃત્ત IPSના પુત્રએ સુરતના બિલ્ડર પાસેથી 40 લાખ ખંખેરી લીધા

28 May 2021 04:59 PM
Surat Crime Gujarat
  • ’હું કૃષિમંત્રી સાથે તમારી મિટિંગ કરાવી દઈશ’, તેમ કહીં નિવૃત્ત 
IPSના પુત્રએ સુરતના બિલ્ડર પાસેથી 40 લાખ ખંખેરી લીધા

અમદાવાદ રહેતા આરોપી નિરવ જેબલિયાએ ગાંધીનગરથી કામ કરાવી આપવા 80 લાખની માંગણી કરી’તી, બિલ્ડરને વિશ્વાસમાં લેવા કહ્યું હતું કે, મારી વગથી મોટા મોટા અધિકારીઓની બદલીઓ કરાવી આપતો હોય તો તમારુ કામ ન કરી શકું?:બિલ્ડર ગોપાલભાઈ રાદડીયાએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

સુરત, તા.28
સુરતની સરથાણા ચોકડી પાસે ગોકુલમ આર્કેડમાં ઓફિસ ધરાવતા બિલ્ડરને નમર્દા નદીમાંથી રેતીની લીઝ અને મીઠાના ઉત્પાદનના ધંધા માટે ભુજમાં સરકારી જમીન ભાડાપટ્ટે અપાવવાના બહાને નિવૃત્ત આઈપીએસના પુત્રએ રૂપિયા 40 લાખ પડાવી છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડરની ફરિયાદ લઈ ક્રાઈમ બ્રાૠચે ગુનો દાખલ કરી આગળની તપાસના હાથ ધરી છે.


સુરત ક્રાઈમ બ્રાૠચ તરફથી જાણવા મળતી વિગત મુજબ સરથાણા જકાતનાકા પંચવટી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ગોપાલભાઈ વ્રજલાલ રાદડીયા જમીન મકાન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગોપાલભાઈને ધંધાકિય કામકાજ માટે અવાર નવાર ગાંધીનગર સચિવાલયમાં મહેસુલ સહિતની અન્ય સરકારી કચેરીઓમાં જવાનું થાય છે. ગોપાલભાઈ સન 2019માં રેતીની લીઝના કામ માટે ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ગયા હતા તે વખતે તેમની મુલાકાત જમીન લે વેચનું કામકાજ કરતા મુકેશ માધવજી બોધરા (રહે, તાજ રેસીડેન્સી નીકોલ અમદાવાદ) સાથે થઈ હતી

ત્યારબાદ અવાર નવાર મળતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને મુકેશ મારફતે જુલાઈ 2019માં નિરવ બાવકુ જેબલીયા (રહે, વૈભવલક્ષ્મી મહાદેવનગર સરદાર પટેલ સ્ટ઼ેડીયમ, અમદાવાદ) સાથે કરાવી હતી. જે નિવૃત્ત આઈપીએસ અધિકારીના પુત્ર છે. મુકેશ નિરવ જેબલીયાને લઈને ગોપાલભાઈની ઓફિસમાં આવ્યો હતો. નિરવ જેબલીયાએ પોતે સચીવ કે. કૈલાશ નાથનના અંગત વિશ્વાસુ માણસ હોવાનું અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ કામ પોતે ભલામણથી કરાવી આપે છે. તેમજ પોતે ગુજરાત રાજયના કોઈ પણ મિનિસ્ટર સાથે અથવા રાજયપાલ સાથે સીંધી વાત કરી શકે છે

હોવાનુ કહી મોબાઈલ ફોનમાં જુદાજુદા અધિકારી અને મિનિસ્ટરોના ફોન નંબર બતાવી ગોપાલભાઈને વિશ્વાસમાં લીધા હતા. જેથી ગોપાલભાઈએ તેમને નર્મદા નદીમાંથી રેતીની લીઝ અને મીઠાના ઉત્પાદનના ધંધા માટે ભુજ ખાતે સરકારી જમીન ભાડાપટ્ટે લેવાની વાત કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2019માં મુકેશ અને નિરવ ફરીથી ગોપાલભાઈની ઓફિસે આવ્યા હતા તે વખતે નિરવે તમારુ કામ ચાલુ કરી દીધુ છે બંને કામ થઈ જશે જે માટે રૂપિયા 80 લાખનો વહીવટ કરવો પડશે તેમ કહ્યું હતું જાકે ગોપાલભાઈએ ઓછુ કરવા કહેતા છેવટે 60 લાખ નક્કી થયા હતા.

અને ટુકડે ટુકડે 40 લાખ નિરવે પડાવ્યા હતા. 120 દિવસમાં કામ થઈ જશે તેમ કહ્યું હતું. જાકે કામ અંગે પુછતા કોઈવાર ફાઈલ કલેકટર કચેરીમાં તો કોઈવાર ફાઈલ ગાંધીનગર પહોચી ગઈ હોવાનુ કહી વાત ફેરવતા હતા. મુદત વીતી ગયા છતાંયે કામ ન થતા ગોપાલભાઈએ તેના રૂપિયા પરત માંગતા સમજુતી કરાર લખી આપી ચેક આપ્યા હતા જે ચેક ગોપાલભાઈએ તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા એકાઉન્ટ બંધ હોવાના શેરા સાથે રિર્ટન થયા હતા. અને રૂપિયા પરત આપ્યા ન હતા. ગોપાલભાઈને ખ્યાલ આવી ગયો કે નિરવ જેબલિયાએ તેની સાથે ઠગાઈ કરી છે. બનાવ અંગે ગોપાલભાઈની ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાૠચે નિરવ જેબલીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 


વિશ્વાસમાં લેવા એગ્રો ઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશનના ઉપાધ્યાક્ષપદે નિમણુંક કરાવી હોવાનો ખોટો પત્ર આપ્યો
રેતીની લીઝ અને સરકારી જમીન ભાડાપટ્ટે આપવાને બહાને ગોપાલભાઈ પાસેથી 40 લાખ ખંખેરી લીધા બાદ તેને વિશ્વાસમાં લેવા માટે નિરવ જેબલીયાએ નવી જાળ બિછાવી હતી ગોપાલ રાદડીયાને તેની વગ વાપરી ગુજરાત એગ્રોઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશનના ઉપાધ્યાક્ષપદે નિમણુંક કરાવી હોવાનું કહ્યું હતું. અને ઉપાધ્યક્ષ તરીકે હવે મહિને રૂપિયા 70થી 80 હજાર પગાર, સરકારી ફ્લેટ અને સરકારી ગાડી પાંચ વર્ષ સુધી મળશે તેવી લાલચ આપી હતી. અને કુષિ વિભાગ ગુજરાત રાજય ગાંધીનગર કચેરીના નાયબ નિયામક (આયોજન) ઍ.ઍચ.પટેલની સહીવાળો તેમના નામ સાથેનો નિમણુંક અંગેનો એક પત્ર આપ્યો હતો.

જેથી ગોપાલભાઈ આ પત્ર લઈને એ.એચ.પટેલને મળ્યા હતા. ત્યારે પત્ર ખોટો હોવાનું સામે આવ્યું હતું. ગોપાલભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા નિરવને ફોન કરતા પત્ર સાચો જ હોવાનું કહી મારી ઓળખાણથી પત્ર મોકલ્યો છે. હવે આજ પત્ર ટપાલથી આવશે અને હું કુષિમંત્રી સાથે તમારી મીટીંગ કરાવી દઈશ. તેમ કહ્યું હતું. ગોપાલને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનુ લાગતા તેના નાણા કઢાવવા માટે મિત્ર મુકેશ સાથે નિરવને મળવા માટે અમદાવાદ ખાતે ગયા હતા. તે વખતે પણ નિરવે તેનો વિશ્વાસમાં લેવા માટે ભરોસો રાખો મારી વગથી મોટા મોટા અધિકારીઓની બદલીઓ કરાવી આપતો હોય તો તમારુ કામ ન કરી શકુ ? તેમ કહી મોબાઈલ ફોનથી વોટ્સઅપ દ્વારા મુકેશના મોબાઈલમા જુદા-જુદા અદિકારીઓની બદલીના ઓડરો મોકલ્યા હતા. જોકે આ ઓર્ડર પરિચિત અધિકારીઓને બતાવવા ખોટા ઓર્ડર લાગે છે અને ચેતી જજો તેવી સલાય અધિકારીઓએ બિલ્ડરને આપી હતી.

 


Related News

Loading...
Advertisement