હવે દવા સુંઘવાથી ભાગી જશે કોરોના

29 May 2021 12:20 PM
Health India
  • હવે દવા સુંઘવાથી ભાગી જશે કોરોના

અમેરિકાની પિટસબર્ગ યુનિવર્સીટીનાં સંશોધકોનો ઉંદરો પર સફળ પ્રયોગ

નેનોબોડીઝમાંથી બનાવેલી દવા શ્વાસથી શરીરમાં જઈ કરે છે કામગીરી

નવી દિલ્હી તા.29
કોરોના પર અનેક દવાઓના સંશોધનો થાય છે હવે વૈજ્ઞાનિકોએ એક એવી દવા તૈયાર કરી છે જે સુંઘવા માત્રથી સંક્રમણ કાબુમાં આવી જાય છે.વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ દવા કોરોનાના ગંભીર દર્દીઓના નાક,ગળા અને ફેફસાની અંદર જઈને કોરોનાના સંક્રમણને ખતમ કરી નાખશે. કોરોના વેકિસન જયાં વાયરસનાં સંક્રમણને રોકે છે ત્યાં આ દવા સીધો સંક્રમણનો ઈલાજ કરે છે.

આ પરિસ્થિતિમાં જેમને કોઈ કારણવશ વેકિસન નથી લગાવી શકાતી તેના માટે આ દવા રામબાણ થઈ શકે છે. આ દવા અમેરિકાની પિટસબર્ગ યુનિવર્સીટીનાં સ્કુલ ઓફ મેડિસીનનાં રિસર્ચરોએ તૈયાર કરી છે. ખરેખર તો આ દવા શ્વાસના માધ્યમથી શરીરમાં પહોંચાડવામાં આવતી નેનો બોડીઝ છે. જે કોરોના સામે લડે છે આટલુ જ નહિં હેમ્સ્ટર (ઉંદરની એક પ્રજાતિ) પર તેનો સફળ પ્રયોગ પણ થઈ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા મુજબ ઓ દવા માટે આઠ હજાર નેનોબોડી શોધવાનું મોટુ કામ હતું.

બાદમાં તેમાંથી નેનોબોડી એનવી-21 તૈયાર કરવામાં આવી તેનો કોરોનાના સ્પાઈક પ્રોટીન સાથે સંપર્ક કરાવવામાં આવ્યો. ઉંદરના શરીરમાં નાકથી આ નેનો બોડીને નાખવામાં આવી તો આ નેનો બોડીએ ઉંદરના નાક ગળા અને ફેફસામાં કોરોના વાયરસને ખતમ કરી નાખ્યો. સમૂધિકોનાં જણાવ્યા મુજબ કોરોના સાથે લડનારી નેનોબોડીઝ શ્ર્વાસના રસ્તે દર્દીના શરીરમાં જશે અને કોરોનાના સ્પાઈક પ્રોટીનને નષ્ટ કરીને વાયરસ ફેલાવાની પ્રક્રિયાને રોકી દેશે.

સ્ટડીના લેખક અને રિસર્ચર યીશીએ જણાવ્યું હતું કે નેનો બોડી એમવી-21 ને પીઆઈએમ-21 નામ આપવામાં આવ્યું છે. ડેટાથી ખબર પડી છે કે તે ગંભીર કોરોના સંક્રમણના કેસમાં ઘણુ મદદરૂપ છે. સાથે સાથે માણસથી માણસમાં ફેલાતા સંક્રમણને પણ રોકશે.


Related News

Loading...
Advertisement