કોરોના કહેર વચ્ચે વડોદરાના વોટર રિસોર્ટમાં લોકોની ભીડ ઉમટી, પોલીસે દરોડો પાડતા અનેક મોઢું સંતાડી ભાગ્યા

30 May 2021 11:43 PM
Vadodara Gujarat
  • કોરોના કહેર વચ્ચે વડોદરાના વોટર રિસોર્ટમાં લોકોની ભીડ ઉમટી, પોલીસે દરોડો પાડતા અનેક મોઢું સંતાડી ભાગ્યા

પાદરા પોલીસે રેડ કરી જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી, મહી વોટર રિસોર્ટના 3 સંચાલકોની અટકાયત

વડોદરા:
વડોદરાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારી રહ્યા છે. પોલીસને આવી બાતમી મળતા દરોડો પાડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પાદરા પોલીસે મહી વોટર રિસોર્ટના 3 લોકોની અટકાયત કરીને જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે હાલ તમામ વોટર પાર્ક અને રિસોર્ટ બંધ રાખવા અને લોકોને એન્ટ્રી ન આપવા આદેશ કરાયો છે, તેમ છતાં વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી અપાતા પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ આવ્યાની જાણ થતાં જ વોટર રિસોર્ટમાં નાસભાગ મચી ગઈ હતી. અનેક લોકો તો મોઢું છુપાવી સીધો જ રિસોર્ટ બહારનો રસ્તો પકડી લીધો હતો. કેટલાક લોકો તો બાળકો સાથે સહપરિવાર રિસોર્ટમાં મજા માણવા આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, ગરમીનું પ્રમાણ વધુ હોવાથી અને રિસોર્ટમાં એન્ટ્રી મળતી હોવાની વાત મળતા લોકો રિસોર્ટ પહોંચ્યા હતા. પોલીસ પહોંચી ત્યારે પણ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને કાળઝાળ ગરમીના કારણે સ્વિમિંગ પૂલમાં ધુબાકા લગાવી રહ્યા હતા. જોકે, પોલીસને જોતા જ લોકોની ગરમી ગાયબ થઈ ગઈ હતી અને રિસોર્ટમાંથી ચાલતી પકડી હતી. પોલીસ જાહેરનામા અને સોશિયસ ડિસ્ટન્સિંગ ભંગ બદલ કાર્યવાહી કરી છે અને રિસોર્ટના કર્તાહર્તા 3 લોકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પહેલા અમદાવાદના વિદ્યાર્થીનું મોત થતાં મહી વોટર રિસોર્ટ વિવાદમાં આવ્યો હતો.

Related News

Loading...
Advertisement