રાજકોટ એસટી બસનું 50 ટકા સંચાલન શરૂ થઇ ગયુ : ટ્રાફિક વધવા લાગ્યો

31 May 2021 03:17 PM
Rajkot Gujarat Travel
  • રાજકોટ એસટી બસનું 50 ટકા
સંચાલન શરૂ થઇ ગયુ : ટ્રાફિક વધવા લાગ્યો

રાજકોટ તા.31
કોરોના સંક્રમણ વધવાના કારણે તેમજ તાઉતે વાવાઝોડાના પગલે બસોના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ અનલોક થયા બાદ ધીમે-ધીમે બસોના રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે. હાલ 50 ટકા એસટીનું સંચાલન ચાલુ છે. જેમાં 15,268 ટ્રીપ ચાલુ છે.એસટી બસને લઇને અફવા વાયરલ થઇ હતી કે એસટી બસ સંપૂર્ણ રીતે કાર્યરત થઇ ચુકી છે. ત્યારે આ અંગેની મળતી માહિતી મુજબ હજુ એસટી બસનું માત્ર 50 ટકાસંચાલન ચાલુ છે. 40,000 ટ્રીપ ચાલુ થાય ત્યારે સંપૂર્ણ ટ્રીપ ચાલુ થઇ હોય તેમ કહેવાય પરંતુ તેના બદલે હાલ 15268 ટ્રીપ ચાલુ છે અને 6.પ0 લાખ મુસાફરો એસટીની સવારી કરે છે.આ ઉપરાંત નાઇટ સીડયુલ 2500 છે. ઇન્ટરસ્ટેટ સંપૂર્ણપણે હજુ બંધ છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં જતી તમામ બસો બંધ રાખવામાં આવી છે.

ગાંધીનગરમાં હવેથી 75 ટકા
કેપેસીટી સાથે એસટી બસો દોડશે

જુદા-જુદા રૂટ પર 70 બસો શરૂ કરતા આવકમાં 30 ટકા વધારો

ગાંધીનગર તા.31
કોરોના સંક્રમણ ઘટતા નિયંત્રણોના નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર બસ ડેપોએ નવો નિર્ણય લીધો છે. હવેથી 50 ટકાની જગ્યાએ 7પ ટકા કેપેસીટી સાથે બસમાં મુસાફરી ચાલુ કરાશે.ગાંધીનગર એસટી બસ ડેપોએ નિર્ણય કર્યો છે કે હવેથી 7પ ટકાની કેપેસીટી સાથે બસ દોડશે. ગાંધીનગરથી 90 ટકા બસ વડોદરા, સુરત, અમદાવાદ સહિતના રૂટ પર શરૂ કરવામાં આવી છે. 70 બસો જુદા-જુદા રૂટ પર શરૂ કરાતા આવકમાં પણ 30 ટકા વધારો નોંધાશે. આવતીકાલથી સવારે 6 થી રાત્રે 9 સુધી મુસાફરી કરશે.


Related News

Loading...
Advertisement