કોરોનાનો વધતો કહેર: મ્યાનમારે ફલાઈટસ પર વધુ એક મહીનો પ્રતિબંધ લંબાવ્યો

31 May 2021 05:08 PM
India Travel
  • કોરોનાનો વધતો કહેર: મ્યાનમારે ફલાઈટસ પર વધુ એક મહીનો પ્રતિબંધ લંબાવ્યો

રસીકરણના મામલે અમેરિકા બાદ ભારત બીજા ક્રમે

દિલ્હી તા.31
કોરોનાના વધતા કહેરને લઈને મ્યાનમારે ઈન્ટરનેશનલ ફલાઈટ પર વધુ એક મહીના માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટયો છે. રવિવારે મળતા આંકડા મુજબ કોરોનાના નવા કેસ ઘટીને 1.65 લાખ થયા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે રોજેરોજ કોરોનાથી મૃત્યુ થવાવાળાની સંખ્યા 3000થી પણ વધુ છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વેકસીનનો 21 કરોડથી પણ વધુ ડોઝ દેવામાં આવ્યો છે. એવામાં અમેરિકા પછી ભારત બીજો દેશ છે જેને આટલા ડોઝ આપ્યા છે. પરંતુ દેશની કુલ વસ્તીના પ્રમાણમાં જોઈએ તો આ સંખ્યા ઓછી છે. દિલ્હીમાં આજથી કર્ફયુમાં થોડી છૂટછાટ આપવામાં આવશે.દિલ્હીમાં અનલોકની પ્રક્રિયાના પહેલા સપ્તાહમાં ફેકટ્રી અને ક્ધસ્ટ્રકશનને છૂટ આપવામાં આવશે. યુપીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા 1લી જૂનથી 55 જીલ્લામાં કોરોના કર્ફયુમાં રાહત આપવામાં આવશે.


આ જીલ્લામાં કોરોનાના એકટીવ કેસ 600થી ઓછા છે. તો બીજી બાજુ મ્યાનમારના પરિવહન અને સંચાર મંત્રાલયે કોવિડ 19 મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફલાઈટસની અવધિને જુનના અંત સુધારી વધારી દીધી છે. મંત્રાલયે હવાઈ મુસાફરી દ્વારા દેશમાં કોવિડ 19ને કાબુમાં રાખવા માટે અસ્થાયી પગલા માટે અસરકારક સમયગાળો વધારવાની જાહેરાત કરી હતી. મિઝોરમમાં છેલ્લા કલાકોમાં કોરોના વાયરસના 99 કેસ અને 2ની મૃત્યુ થઈ હતી.ભારતમાં અત્યાર સુધી કોરોના વેકસીનનો 21 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે દિલ્હીમાં આજથી અનલોકની પ્રક્રિયા શરુ થશે. પરંતુ મેટ્રો સેવા બંધ રહેશે. જયારે યુપીના 55 જિલ્લાઓમાં આવતીકાલથી કોરોના કર્ફયુમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવશે એવો નિર્ણય કરાયો છે.


Related News

Loading...
Advertisement