સુરતની કોલોનીમાં ફાટ્યો રોગચાળો : એક જ દિવસમાં 80થી વધુ કેસ, 6ના મોત, મેયર-કમિશનર દોડી આવ્યા

02 June 2021 04:05 PM
Surat Gujarat
  • સુરતની કોલોનીમાં ફાટ્યો રોગચાળો : એક જ દિવસમાં 80થી વધુ કેસ, 6ના મોત, મેયર-કમિશનર દોડી આવ્યા

કોલોનીમાં પ્રદૂષિત પાણી થી લોકો બીમાર થયા - મૃતકોના પરિજનોને 1-1 લાખની સહાયની જાહેરાત : નવી પાઇપલાઇન નખાશે

સુરત :
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે જે હાહાકાર જોવા મળ્યો તેમાં સુરતમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે હવે સુરત સહિત આખા ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ ગયા છે. જોકે સુરતના કઠોરની એક કોલોનીમાં ઝાડા ઊલટીના એટલા કેસ સામે આવ્યા છે કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતના કઠોરમાં આવેલ વિવેકનગર કોલોનીમાં ઝાડા ઊલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એક જ દિવસમાં 80થી વધુ લોકોને ઝાડા-ઊલટી થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે 6 દર્દીઓના મોત થઈ જતાં સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ 80થી વધારે દર્દીઓ સરકારી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. સ્થાનિકોને આશંકા છે કે પીવાના પાણીની લાઇનમાં પ્રદૂષિત પાણી આવતું હોવાના કારણે આ પ્રકારના કેસ સામે આવ્યા છે. દોડતા થયેલા તંત્ર દ્વારા લોકોમાં ક્લોરિનની દવાનું વિતરણ કરવાઆઆ આવ્યું છે. તો આ સાથે સુરતમાં મેયરે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવાજનોને રૂ. 1-1લાખની સહાય કરવામાં આવશે અને સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ પાલિકા ભોગવશે. આ ઉપરાંત નવી પાઇપલાઇન ફીટ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement