વધુ એક દેશે 12-15 વર્ષનાં ટીનેજર્સ માટે ફાઈઝર વેક્સિનને મંજૂરી આપી

04 June 2021 04:33 PM
World Health
  • વધુ એક દેશે 12-15 વર્ષનાં ટીનેજર્સ માટે ફાઈઝર વેક્સિનને મંજૂરી આપી

લંડન :
બ્રિટનના મેડિસન રેગ્યુલેટરએ તમામ રિવ્યૂ કર્યા બાદ ફાઈઝર કંપનીની વેક્સિનને 12-15 વર્ષના કિશોર - ટીનેજર્સ માટે મંજૂરી આપી હોવાનું ન્યુઝ એજન્સી AFPએ જણાવ્યું છે. અમેરિકા એન યુરોપીયન દેશોમાં અગાઉ જ મંજૂરી મળી ગયેલ છે.

બ્રિટનમાં 2000થી વધુ કિશોર ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં તેના પરિણામ ખૂબ જ સલામત જાણવા મળ્યા છે. બ્રિટન મેડિસન રેગ્યુલેટર ડૉ.જૂન રૈન નું કહેવું છે અનેક રિસર્ચ અને કલીનીકલ ટ્રાયલ કર્યા બાદ 12-15 વર્ષના લોકો માત્ર વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.

ફાઈઝર અને બાયોએનટેક કંપની દ્વારા બનાવવામાં આવેલ વેક્સિન હવે કિશોરોને દેવામાં આવશે. આ ઉપરાંત એસ્ત્રેજેનેકા પણ લંડન, ઓકસફોર્ડ, બ્રિસ્ટોલ અને સાઉથએમ્પ્ટમમાં 6 વર્ષ થી 17 વર્ષના લોકોને વેક્સિન ટ્રાયલ આપી રહી છે.


Related News

Loading...
Advertisement