રાજયકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં બોટાદ ડો.આંબેડકર પ્રા.શાળાની કૃતિની પસંદગી

05 June 2021 09:51 AM
Botad
  • રાજયકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં બોટાદ ડો.આંબેડકર પ્રા.શાળાની કૃતિની પસંદગી

જીલ્લા શિક્ષણ તાલીમ ભવન,સિદસર ભાવનગર દ્વારા આયોજીત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-2020/21 તારીખ:- 26/04/2021 નાં રોજ માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા ઓનલાઈન માધ્યમથી યોજાયેલ. જેમાં બોટાદની ડો.આંબેડકર પ્રા.શાળા નં-26, શંકરપરાના વિદ્યાર્થી ચાવડા યાજ્ઞિક પ્રકાશભાઈ અને ગાબુ જયદીપ અરવિંદભાઈ દ્વારા વચ્ર્યુઅલ ક્લાસરૂમમાં મેથ્સમેજિક ની કૃતિ પ્રદર્શનમાં મૂકાયેલ. આ કૃતિ તૈયાર કરવામાં શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી અનિલભાઈ એસ. વાઝા એ સંપૂર્ણ માર્ગદર્શન પુરૂં પાડેલ. આ કૃતિ રાજયકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માટે પસંદ થતા રાજયકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં રજુ કરવામાં આવશે. ઉપરોક્ત કૃતિ રાજયકક્ષા માટે પસંદ થતા ન.પ્રા.શિ.સ.બોટાદના શાસનાધિકારી પી.ડી.મોરી સાહેબ, ચેરમેન કિશોરભાઈ પીપાવત,શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠાકર, તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ છે.


Loading...
Advertisement