ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વડોદરામાં 24 હજાર કરોડના રોકાણના 6 પ્રોજેકટસ સ્થાપશે

07 June 2021 05:22 PM
Vadodara Gujarat Top News
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વડોદરામાં 24 હજાર કરોડના રોકાણના 6 પ્રોજેકટસ સ્થાપશે
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વડોદરામાં 24 હજાર કરોડના રોકાણના 6 પ્રોજેકટસ સ્થાપશે

આઇઓસીએલ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ : કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી પ્રધાનની ખાસ ઉપસ્થિતિ

ગાંધીનગર તા.7
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૂા.24 હજાર કરોડના રોકાણના 6 પ્રોજેકટ વડોદરામાં સ્થાપશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના એમઓયુ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

આ એમઓયુ પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ. ના ચેરમેન એસ. એમ. વૈદ્ય એ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે. ગુજરાતમાં રૂ. 24 હજાર કરોડ (એટલે કે 3.3 બિલીયન યુ.એસ. ડોલર્સ)ના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં શરૂ થવાના છ.

આ પ્રોજેકટસમાં LuPech Project for petrochemicals, Acrylics-Oxo Alcohol Project at Dumad, Infrastructure for KAhSPL at JR Dumad, Shifting of LAB TTL Facility in Dumad, New Flare at JR and Hydrogen dispensing facilityનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ પ્રસંગે કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઊદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ એફડીઆઇ મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આઇ.ઓ.સી.એલ દ્વારા થનારૂં આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.


Related News

Loading...
Advertisement