ટ્વિટર ‘લાઈન’માં આવવા લાગ્યુ:નિયમ પાલન માટે સમય માંગ્યો

08 June 2021 11:05 AM
India Technology
  • ટ્વિટર ‘લાઈન’માં આવવા લાગ્યુ:નિયમ પાલન માટે સમય માંગ્યો

નવી દિલ્હી: સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટિવટરે ભારતમાં નવા આઈટી નિયમોમાં પાલન કરવા માટે સરકાર પાસેથી વધુ સમયની માંગ કરી છે. મળતી માહિતી મુજબ માઈક્રોબ્લોગીંગ સાઈટે જણાવ્યું હતું કે તમામ નિયમોનું પાલન કરવા ઈચ્છે છે પરંતુ ભારતમાં મહામારીની સ્થિતિને કારણે તેને થોડો સમય લાગશે.

આ બાબતે ટિવટરે એમઈઆઈટીને પત્ર લખ્યો છે. ટિવટરના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે ભારત સરકારને આશ્વાસન આપ્યુ છે કે ટિવટર નવા નિયમોનું પાલન કરવા બનતાં પ્રયાસો કરી રહ્યું છે. ટિવટર હંમેશાથી ભારત માટે પ્રતિબદ્ધ રહ્યું છે. સરકાર દ્વારા ગયા મહિને લાગુ કરવામાં આવેલા

સોશ્યલ મિડિયા માટેના નવા આઈટી નિયમો ફેસબુક અને ટિવટર જેવા મોટા પ્લેટફોર્મને વધુને વધુ મહેનત કરવા તથા આ પ્લેટફોર્મ દ્વારા મુકવામાં આવતી કે હોસ્ટ થતી સામગ્રી માટે વધુ જવાબદાર બનવુ અનિવાર્ય કરે છે. નિયમો મુજબ મહત્વપૂર્ણ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ જેમાં 50 લાખથી વધુ યુઝર્સ હોય તેણે એક ફરિયાદ અધિકારી, એક નોડલ ઓફીસર અને એક મુખ્ય અનુપાલન અધિકારી નિયુકત કરવા આવશ્યક છે.


Related News

Loading...
Advertisement