આંખોથી મજબૂર ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

08 June 2021 12:24 PM
Sports
  • આંખોથી મજબૂર ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બ્રિટનના ટીમ કૈલ્ડવેલ નેત્રહિન હોવા છતાં સાઈકલિંગમાં વિક્રમ સર્જયો

નવીદિલ્હી, તા.8
ક્યારેક-ક્યારેક મુશ્કેલ સ્થિતિ અને વિપત્તિઓ નવા રસ્તા તરફ લઈ જાય છે. બ્રિટનમાં ટિમ કૈલ્ડવેલ નામના એક ખેલાડી સાથે કંઈક આવું જ બન્યું છે. ટિમ નેત્રહિન હોવા છતાં સાઈકિલંગમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. 2013માં હાર્ટએટેક આવ્યા બાદ ટિમની આંખોની રોશની ચાલી ગઈ હતી. હવે તાજેતરમાં જ તેણે દિવ્યાંગ કેટેગરીમાં ટેંન્ડમ સાઈકલિંગમાં રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ ખાસ કરીને ઓછા સક્ષમ લોકોમાટે છે અને તેને પોતાના નામે કરનારો ટિમ પહેલો વ્યક્તિ છે.અહેવાલો અનુસાર કૈલ્ડવેલ પાંચ બાળકોનો પિતા છે. ટિમ અને તેના પિતરાઈ ભાઈ એન્ડી કૈલ્ડવેલે પુરુષ વર્ગમાં ટંડેમ સાઈકલ આઈએસ-1થી મર્યાદિત સમયમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાઈકલિંગ દૃશ્ય વિકારવાળા લોકો માટે વર્ગીગૃત છે.


Related News

Loading...
Advertisement