પોરબંદરના સોઢાણા ગામના ગાંગાભાઇ મેરે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા મોત

08 June 2021 01:35 PM
Porbandar
  • પોરબંદરના સોઢાણા ગામના ગાંગાભાઇ મેરે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા મોત

યુવાને દારૂના નશામાં ઘઉંના ટીકડા ખાઇ લેતા રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો: ત્રણ દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યુું

રાજકોટ,તા.8
પોરબંદરના સોઢાણા ગામમાં રહેતા ગાંગાભાઇ ભીખુભાઇ કાળાવદરા(મેર)(ઉ.વ.40) નામના યુવાને મધકાળે સવારના સમયે દારૂના નશામાં ઘઉંમાં નાખવાની ટીકડી ખાઇ જતાં તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવતાં ગાંગાભાઇનું સારવારમાં મોત નીપજ્યું હતું. ગાંગાભાઇ ત્રણભાઇ એક બહેનમાં નાના હતાં. તેઓને સંતાનમાં ત્રણ દીકરી છે. ગાંગાભાઇનાં મોતથી ત્રણ દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું હતુ.ં


Loading...
Advertisement