મેકબુક અને એપલ ગ્લાસનું નવુ વર્ઝન લોન્ચ થશે: વોચ ઓએસ-8માં નવા ફીચર્સ

08 June 2021 03:07 PM
Technology World
  • મેકબુક અને એપલ ગ્લાસનું નવુ વર્ઝન લોન્ચ થશે: વોચ ઓએસ-8માં નવા ફીચર્સ

એપલ ગ્લાસની ડિઝાઈન અન્ય ચશ્મા જેવી: વાયરલેસ ચાર્જીંગની પણ સુવિધાઓ સહીત અન્ય ગેજેટસમાં નવા ફીચર્સ જોવા મળશે

નવી દિલ્હી તા.8
નવી તકનીક અને અત્યાધુનિક ગેજેટના શોખીનો માટે સારા સમાચાર છે. હવે આઈકોન નિર્માતા એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર કોન્ફરન્સ સોમવારે મોડીરાત સુધી શરુ થતા જે પાંચ દીવસ ચાલશે. કોરોના મહામારીના કારણે આ વખતે પણ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ આયોજન વર્ચ્યુઅલ હશે.

જેવા લોકોને એપલ સોફટવેર અને ડીવાઈએસની પ્રથમ ઝલક મળશે. આ પાંચ દીવસમાં એપલ ગ્લાસ અને મેકબુક પ્રોનું અનાવરણ થઈ શકે છે.એપલ ગ્લાસ અંગે ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં કંપની આ વખતની ઈવેન્ટમાં લોંચ કરીને ગીફટ આપી શકે છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા અગાઉના નિવેદનમાં કહેવામાં હતું કે એપલ ગ્લાસની ડીઝાઈન અન્ય માનક ચશ્મા જેવી હશે. પરંતુ તેમાં પણ ઘણા તફાવતો જોવા મળશે.

આ ગ્લાસ વાયરલેસ ચાર્જીંગને સપોટ કરશે અને પ્લાસ્ટીક ચાર્જીંગ સ્ટેન્ડ પણ હશે. ચાર્જીંગ સ્ટેન્ડ પર રાખવા માટે ગ્લાસને ઉંધો રાખવો પડશે. આ સાથે વોચ ઓએસ 8 માં આરોગ્યને લગતી સુવિધાઓ આપવામાં આવશે. ફીટનેસ માટે નવા ફીચર્સ પણ આવશે.

જે એપલ વોચમાં હશે. આ સાથે નોટ એપનો પણ સપોર્ટ મળશે. તેવી આશા બતાવવામાં આવી રહી છે. આ સાથે ટીવીઓએસમાં પણ બદલાવ આવી શકે છે. એપલની પાંચ દીવસ ચાલનારી આ ઈવેન્ટસ સોફટવેર સંબંધીત છે. પરંતુ ભૂતકાળમાં પણ કંપનીએ આ ઈવેન્ટસ દરમ્યાન પોતાનું નવા ગેજેટ લોન્ચ કર્યા હતા. એપલ તેના નવા 14 ઈંચ અને 16 ઈંચના મેકબુક પ્રોને નવી પ્રોસેસર અને ડીઝાઈન સાથે લોન્ચ કરી શકે છે.

આઈફોન 12 સીરીઝ અને આઈફોન 11ની સાથે આ વર્ષના અંતમાં લોન્ચ થનારા આઈફોન 13 મોડેલોમાં આઈઓએસ 15 આઉટ ઓફ બોકસ બહાર આવવાની સંભાવના છે. આ મોડેલોમાં એપલ આઈફોન 13 આઈફોન 13 મીની આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેકસ સામેલ છે. જેમાં અપડેટસ ઓટીએ દ્વારા ઉપલબ્ધ થશે. સાથે નવી હોમ સ્ક્રીન પણ તેજ આઈપેડમાં આવી શકે છે. આમ આ પાંચ દીવસ દરમ્યાન એપલ કંપની નવા વર્ઝન લોન્ચ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement