પોરબંદરમાં જૂની અદાવતમાં બઘડાટી : ત્રણ ઘવાયા

09 June 2021 12:07 PM
Porbandar Crime Rajkot
  • પોરબંદરમાં જૂની અદાવતમાં બઘડાટી : ત્રણ ઘવાયા

રમઝાન મહિનામાં થયેલી બોલાચાલીનો ખાર રાખી તલવાર,કોયતા અને પાઇપ વડે હુમલો કરતા ઘવાયેલા બે યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા:કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

રાજકોટ,તા.9
પોરબંદરના જૂની ખડપીઠ પાસે વીરડી પ્લોટમાં રહેતા ઇમરાન અનવરભાઇ મલેક(ઉ.વ.32) નામના યુવાને તેના જ ગામના અજીમ મેહમુદ મોદિ,ફરીદ ઇબ્રાહીમ,યાસીન અને ઇબ્રાહિમ નામના શખ્સોએ કોયતા અને તલવાર વડે હુમલો કર્યાનો બનાવ બનતા કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ઇમરાન મલેકે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા કુટુંબ સાથે રહું છું અને ખેતીકામ કરી અમારૂ ગુજરાન ચલાવીએ છીએ.રાત્રીના હું શીતલાચોકમાં મારા કામ સબબ ગયેલ ત્યારે આશરે સાડા બારેક વાગ્યાના સુમારે મારાભાઇ અસ્લમનો ફોન મારા મોબાઇલ પર આવેલ અને મને વાત કરેલ કે મારે એ જીમ સાથે બોલાચાલી થયેલ છે.તેમ વાત કરતા હું સીધો અમારા ઘરે આવેલ તો મારો ભાઇ સીદિક પણ અમારા ઘર પાસે ઉભો હતો

જેની મે તેને વાત કરેલ કે અસ્લમ સાથે અજીમ બોલાચાલી કરે છે. ત્યારબાદ અમે બન્ને ભાઇઓ અમારા ઘરેથી લોખંડના પાઇપ લઇ અજીમ ના ઘર બાજુ જતા તેના મકાન આગળ આવેલ ચોકમાં મારા ભાઇ અસ્લમ સાથે અજીમ મેહમુદ મોદિ તથા તેના યાસીન સુલેમાન અને ઇબ્રાહીમ સુલેમાન તથા ફરિદ ઇબ્રાહીમ એમ ચારેય જણા ઝગડો કરી માર મારતા હતા. જેમાં અજીમના હાથ માં કોયતો હતો તેમજ ફરીદ ઇબ્રાહીમના હાથમાં તલવાર હતી

તથા યાસીન અને ઇબ્રાહીમના હાથમાં લોખંડના પાઇપ હતા અને અમો બન્ને ભાઇઓ મારાભાઇ અસ્લમને છોડાવવા તેની વચ્ચે પડેલા તે દરમ્યાન મારો મિત્ર અસ્લમ અહેમદહુશેન પણ દોડીને અમારી પાસે આવેલ અને તે પણ અમોને બચાવવા માટે અમારી વચ્ચે પડેલ તે દરમ્યાન ચારેય જણા ગાળો બોલી અમોને માર - મારવા લાગેલ તલવાર તેમજ પાઇપ અને કોયતા વડે હુમલો કરતા મને અને અસ્લમભાઈ ને ઇજા થઇ હતી.

તેમજ સમાપક્ષે અઝીમ મહેમુદ મોદી(ઉ.વ.28)ને અસ્લમ,ઇમરાન અને સીદિકે ધોકા વડે મારમારતા શરીરે ઇજા થઇ હતી આ મામલે બંને પક્ષના યુવાનોની ફરિયાદો નોંધી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ બનાવનું કારણ એ છે કે ગઇ રમઝાન મહીનામાં અજીમ મેહમુદ મોદિએ મારા ભાઇ અસ્લમ સાથે બોલાચાલી કરેલ હતી તે મનદુખના કારણે મારામારી થઈ હતી.


Related News

Loading...
Advertisement