ધોરાજી ખાતે તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયા

09 June 2021 12:28 PM
Dhoraji
  • ધોરાજી ખાતે તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક
ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયા

જરૂરીયાતમંદ દર્દીઓના વિનામૂલ્યે થશે ઓપરેશન

ધોરાજી, તા. 9
ધોરાજીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા દર મહિનાના બીજા બુધવારે તેજાબાપાની જગ્યામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આજે નેત્ર નિદાનનો 240મો કેમ્પ યોજવામાં આવેલ છે જે અંતર્ગત આંખના નિષ્ણાંત ડો. સ્નેહાબેન ખરેડએ દર્દીઓને આંખો તપાસીને જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર લઇ જવાશે આ સેવાકીયઓને સફળ બનાવવા આર.કે.કોયાણી, સુરેશભાઇ વઘાસીયા, ઉકાભાઇ વૈષ્ણવ અને નેત્રયજ્ઞ સમિતિના લોકો જહેમત ઉઠાવી રહેલ છે.


Loading...
Advertisement