જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખની અઘ્યક્ષતામાં આટકોટમાં વૃક્ષારોપણ

09 June 2021 12:42 PM
Jasdan
  • જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખની અઘ્યક્ષતામાં આટકોટમાં વૃક્ષારોપણ

જસદણ તા.9
જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચીરિયા મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી,નાગદાનભાઈ ચાવડા,મનીસભાઈ ચાંગેલાની સૂચના મુજબ પર્યાવરણ દિન નિમિત્તે જીલ્લા ભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવાની સુચનાઓ આપેલ જેના ભાગ રૂપે આટકોટ કૈંલાસનગર પ્રાથમિક શાળા ખાતે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આટકોટ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દેવસીભાઈ ખોખરીયા,ભાજપ અગ્રણી ચેતનભાઈ પંચોલી, આટકોટ સીટના ભાજપનાં તાલુકા પંચાયત પ્રતિનિધિ પ્રકાશભાઈ પરવાડિયા, વિપુલભાઈ ઠોળિયા, પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિજયભાઈ ધમલ, કોળી સમાજ અગ્રણી ગાંડુભાઈ ઝાપડીયા, અનુસુચિત મોરચાના જીતુભાઇ,દેવાભાઈ,હિતેસભાઈ વઘાસિયા,યોગેશ સાવલીયા,ઇસુબ મીઠાણી,જગદીશ ઝાપડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.


Loading...
Advertisement