ભૂજમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

09 June 2021 01:02 PM
kutch
  • ભૂજમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

ભચાઉ તા.9
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક પશ્ર્ચિમ કચ્છ, ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની સૂચના મુજબ પો.સ્ટે. ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સૂચના આપેલ.

જે અનુસંધાને ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશના પો.ઇન્સ. આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો તા.13ના જાહેર થયેલ જે ગુના કામે રામનગરીમાં ફરિયાદીના મકાનનું તાડુ તોડી રોકડ રૂા.70,700 તથા સોનાની બુટી નંગ-2 જેની કિં.રૂા.25,000 તેમજ મોબાઇલ નંગ 4 કિં.રૂા.800 તેમજ કપડા એમ કુલ 96,500 તા.6ના 8ના અરસામાં કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય

જે કામે અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પો.કોન્સ. નવીનભાઇ જોશીને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ચોરીમાં ગયેલ મુદામાલ રામનગરીમાં રહેતો યોગેશ ઉર્ફે જગો શામજી જોગી વાળાના મકાનમાં રાખેલ

જેથી પો.સબ.ઇન્સ. વી.આર.ઉલવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રહેણાંક મકાનમાં જઇ જોતા ત્યાં એક ઇસમ હાજર હોઇ જેનુ નામ-ઠામ પુછતા યોગેશ ઉર્ફે જગો શામજી જોગી રહે.સદર મકાનવાળો હોવાનું જણાવેલ જેને સાથે રાખી મકાનની ઝડપી કરતા તેના રહેણાંક મકાનમાંથી ઉપરોકત ગુનાનો ચોરીનો મુદામાલ મળી આવેલ અને ઉપરોકત ગુનાની ચોરી કર્યાની કબુલાત આપેલ અને

ચોરીમાં ગયેલ મુદામાલ સાથે મજકુર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેથી મજકુરને નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ કોવિડ 19નો રિપોર્ટ નેગેટીવ આવતા મજકુરને તા.7/6ના અટક કરી કોર્ટમાં રજૂ કરી તા.10 સુધીના રીમાન્ડ મળેલ છે. તથા મુદામાલ રીકવર કરવા સારૂ તપાસ તજવીજ ચાલુમાં છે અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. વી.આર.ઉલવા ચલાવી રહેલ છે.


Loading...
Advertisement