ભુજના વૃધ્ધને પરણેલી નવોઢા દસ દિવસમાં જ 8 સાગરિતો સાથે 2 લાખના દરદાગીના લઇ પલાયન!

09 June 2021 01:13 PM
kutch
  • ભુજના વૃધ્ધને પરણેલી નવોઢા દસ દિવસમાં જ 8 સાગરિતો સાથે 2 લાખના દરદાગીના લઇ પલાયન!

કચ્છમાં લગ્નના નામે છેતરપીંડીનો વધુ એક કિસ્સો

ભુજ, તા. 9
સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા લાંબા સમયથી લગ્નના નામે છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે ત્યારે ભુજના શહેરના ડીપી ચોક, કેમ્પ વિસ્તારમાં રહેતા 64 વર્ષિય વૃધ્ધને શહેરના એક વચેટીયા સહિત સુરત, અંકલેશ્વર, ભરૂચની ટોળકીએ લગ્નની લાલચ આપી 2.9 લાખના દરદાગીના પડાવી લઇ, નવોઢા દસ દિવસમાં ફરાર થઇ જતાં નવ આરોપી વિરૂધ છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો બી-ડિવિઝનમાં દાખલ કરાતા ચકચાર પ્રસરી છે.

ગત 10મી માર્ચના રોજ ભોગ બનનારા રામજીભાઇ રવજીભાઇ શીયાણીને ભુજના રઘુવંશીનગરમાં રહેતા રાજુ નામના શખ્સે લગ્ન કરવા અંગે પુછી તેમની નજરમાં એક છોકરી છે તેવું કહીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બેલાબેન વસાવાના ઘરે તેડી ગયા હતા જ્યાં અંકલેશ્વરના રમેશ મરાઠા, વિનોદ એમ કટારીયા, ભરૂચના આર.એલ.રાજભર, અને જેની સાથે લગ્ન કરાવવાના હતા તે કોસંબા(સૂરત)ના માયાબેન વસંત વાનખેડે, અને તેની માતા તેમજ કાકા બેલાબેનના ઘરે હાજર હતા.

જેઓએ ફરિયાદીના લગ્ન માયબેન સાથે કરાવી આપવા માટે 2 લાખની શરત રાખી હતી. બાદમાં ફરિયાદી અને માયાબેન વચ્ચે બાહેધરી પત્ર પર સહિ કરાવીને ફરિયાદીએ આપેલા રૂપિયાની ફરિયાદીની હાજરીમાં ભાગબટાઇ કરી લીધી હતી. બાદમાં ભુજ ફરિયાદીના ઘરે આવીને બન્નેના લગ્ન કરાવી આપ્યા હતા. ફરિયાદીએ નવવધુ માયાબેનને ચાંદીનું મંગલસૂત્ર, ચેઈન, કડલા, વીંટી સહિતના દાગીના આપ્યા હતા.

દસ દિવસના લગ્નજીવન બાદ 24 માર્ચેના બપોરે પરણિતા ગાયબ થઇ જતાં રામજીભાઇએ ફોન કર્યો હતો. ત્યારે પરણિતાએ હુ મારા ઘરે પહોંચી ગઇ છું પરત આવવાની નથી અને તામરા રૂપિયા કે દાગીના પરત મળશે નહી તેવું કહેતાં રામજીભાઈને છેતરાયા હોવાનું સમજી ગયા હતા. આરોપીઓ ભુજ આવીને ફૂલહા2 પહેરાવી લગ્ન કરાવ્યાં હતા તે સમયના ફોટા સાથેના આધારપુરાવા સાથે પોલીસ સમક્ષ ફરિયાદીએ રજુ કરી ફોજદારી ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.


Loading...
Advertisement