ભગવાન શિવના હાથમાં વાઈનનો ગ્લાસ બતાવનારા ઈન્સ્ટાગ્રામ સામે ભાજપ નેતાએ નોંધાવી ફરિયાદ

09 June 2021 05:34 PM
India Technology Top News
  • ભગવાન શિવના હાથમાં વાઈનનો ગ્લાસ બતાવનારા ઈન્સ્ટાગ્રામ સામે ભાજપ નેતાએ નોંધાવી ફરિયાદ

કી-વર્ડમાં શિવ સર્ચ કરવાથી ભગવાનનો ફોટો આવે છે જેમાં એક હાથમાં વાઈનનો ગ્લાસ અને બીજા હાથમાં બતાવાયો છે મોબાઈલ

નવીદિલ્હી, તા.9
ભારતમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજધાની દિલ્હીમાં ભાજપના નેતાએ ઈન્સ્ટાગ્રામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આરોપ લગાવ્યો છે કે ઈન્સ્ટાગ્રામ ઉપર ભગવાન શિવનું અપમાન કરવામાં આવ્યું છે. ભાજપ નેતા મનિષસિંહે દિલ્હી પોલીસ મથકમાં ઈન્સ્ટાગ્રામના સીઈઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભાજપ નેતાનો આરોપ છે કે ઈન્સ્ટાગ્રામ ઉપર શિવ કી-વર્ડ સર્ચ કરવા પર શિવ ભગવાનની તસવીર ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. અહીં ભગવાન શિવના એક હાથમાં વાઈનનો ગ્લાસ છે તો બીજા હાથમાં ફોન બતાવવામાં આવ્યો છે. ભાજપ નેતા મનિષસિંહ તરફથી આ અંગેની તસવીર પણ શેયર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક મામલા સામે આવી ચૂક્યા છે જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

તાજેતરમાં જ અમેઝોન ઉપર કર્ણાટકના ઝંડાના કલરની બિકીની વેચવામાં આવી રહી જેથી વિરોધ શરૂ થઈ જતાં તેને હટાવવામાં આવી હતી. અત્યારે સરકાર અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા નવા આઈટી નિયમો અમલી બનાવવામાં આવ્યા છે પરંતુ ટવીટર સહિત અન્ય પ્લેટફોર્મે તેના અંગે વાંધો વ્યક્ત કર્યો છે. જોકે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે તમામ લોકોએ ભારતના કાયદાને માનવો જ પડશે.


Related News

Loading...
Advertisement