‘સીતા’ના રોલ માટે કરીનાકપુરે માગી અધધધ ફી: મેકર્સ પણ ચકરી ખાઈ ગયા

09 June 2021 05:42 PM
Entertainment
  • ‘સીતા’ના રોલ માટે કરીનાકપુરે માગી અધધધ ફી: મેકર્સ પણ ચકરી ખાઈ ગયા

આ ફિલ્મમાં સીતાના એંગલથી રામાયણની કથા

મુંબઈ: બોલીવુડ એકટ્રેસ કરીનાકપુર છેલ્લા 20 વર્ષથી બોલીવુડમાં રાજ કરી રહી છે. ટુંક સમયમાં તે આમીરખાનની ફીલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં નજરે પડશે. આ ફિલ્મને લઈને તેના ફેન્સ પણ ઉત્સુક છે. બીજી બાજુ એવી ચર્ચા છે કે કરીનાકપુર સીતાના પાત્રમાં જોવા મળી શકે છે.પરંતુ સીતાનાં દ્રષ્ટિકોણથી રામાયણની કથા પર બનનારી આ ફિલ્મમાં સીતાના દમદાર પાત્ર માટે કરીનાએ એટલી તો મોટી રકમની માંગણી કરી છે કે ફિલ્મ મેકર્સ તેને સીતાના પાત્રમાં લે કે કેમ તે પ્રશ્ર્ન થઈ પડયો છે. અહેવાલો મુજબ સીતા ફિલ્મનાં મેકર અલૌકીક દેસાઈએ કરીનાને સીતાની ભુમિકાની ઓફર કરી હતી. જેની મોટી રકમ સાંભળીને મેકર્સ દંગ થઈ ગયા હતા. સામાન્ય રીતે કરીના એક ફીલ્મ માટે 6 થી 8 કરોડ રૂપિયા લે છે પણ આ ફીલ્મ માટે 12 કરોડ માંગ્યા હોવાના અહેવાલો છે. ખરેખર તો કરીના સારી રીતે જાણે છે કે આ ફીલ્મ તેના માટે ઘણી મોટી સાબિત થશે. કારણ કે તો સીતાના દ્રષ્ટિકોણથી રામાયણનુ રિટેલીંગ છે. એવી પણ ચર્ચા છે કે સીતાના રોલ માટે ફિલ્મ મેકર્સ ફરી નિર્ણય બદલી શકે છે. તે કોઈ અન્ય એકટ્રેસને પણ કાસ્ટ કરી શકે છે જોકે તેને લઈને વાતચીત હજુ પણ ચાલુ છે.


Related News

Loading...
Advertisement