રાની ભારતી કાલ્પનિક પાત્ર છે, રબડીદેવી નહીં: હુમા કુરેશી

09 June 2021 06:49 PM
Entertainment
  • રાની ભારતી કાલ્પનિક પાત્ર છે, રબડીદેવી નહીં: હુમા કુરેશી

‘મહારાની’ના રાની ભારતીનું પાત્ર મારા માટે પડકારજનક: હુમા

‘મહારાજા’ વેબ સીરીઝના રાની ભારતી, રબડી દેવી જેવા દેખાતા મચેલા વિવાદને લઈ એકટ્રેસનો ખુલાસો

મુંબઈ:
ગેંગ્સ ઓફ વાસેપુર’ થી પોતાની ઓળખ ઉભી કરનાર હુમા કુરેશી આજકાલ ફરી ચર્ચામાં છે. હાલ તે સોની લાઈવ પરથી પ્રસારીત થતી વેબ સીરીઝ ‘મહારાજા’માં મુખ્ય પાત્રમાં જોવા મળી છે. આ પાત્ર બિહારના પૂર્વ મુખ્યમંત્રી રબડીદેવી પર આધારીત હોઈ તેની સામે વિવાદ જાગ્યો છે.

લાલુપ્રસાદ યાદવની દીકરીએ પણ આ પાત્ર પોતાની માતાને લગતુ હોવાનો આક્ષેપ કરેલો ત્યારે હુમા કુરેશી એક મુલાકાતમાં જણાવે છે કે રાની ભારતીનું પાત્ર કલ્પિત છે, રબડી દેવીનું નથી. હુમા કહે છે રાની ભારતીનું પાત્ર ભજવવું મારા માટે પડકારજનક હતું. મારી ભૂમિકાને લઈને સકારાત્મક ટીપ્પણીઓ સાંભળીને આનંદ આવે છે. દિગ્દર્શક કરણ શર્મા, કથા-પટકથા લેખક સુભાષ કપુર અને નંદનસિંહની હું ઋણી છું. રાની ભારતીનું પાત્ર રબડીદેવી આધારીત છે

તેવા પ્રશ્ર્નના જવાબમાં હુમા જણાવે છે કે તે સંપૂર્ણપણે સાહિત્યનું કાર્ય છે અને તેમાં કોઈપણ પ્રકારની તુલના કરવી યોગ્ય નથી. રાની ભારતી બિહારની મુખ્યમંત્રી હોવા સિવાય કોઈ સમાનતા નથી. મેં 1990ના દાયકાની બિહારની એક મહિલાને જીવવાનો પ્રયાસ કર્યો છે. રાની ભારતી કયારેય સ્કુલ ગઈ નહોતી પરંતુ તે બુદ્ધિશાળી છે. ‘મહારાની’ના પોતાના પ્રિય એપીસોડના બારામાં હુમા કરેશી કહે છે તે કહેવું મુશ્કેલ છે પણ ત્રીજા એપીસોડમાં જયારે તે વિધાનસભામાં જાય છે

ત્યારે તે દ્દશ્ય મારી પસંદનું છે. ઉલ્લેખનીય છે કે હુમા કુરેશીએ પોતાની કારકિર્દીની શરુઆત દિલ્હીમાં થિયેટર એકટ્રેસ તરીકે કરી હતી. મુંબઈ આવીને ટીવી કોમર્સીયલ કર્યા. આમીરખાન સાથેના આવા જ એક પ્રોમોએ તેને ફિલ્મોમાં લોન્ચ કરી હતી. તેની ઓળખ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી થઈ હતી.


Related News

Loading...
Advertisement