આલિયા આવતા સપ્તાહે જ શુટીંગ પર પાછી ફરશે?

09 June 2021 06:53 PM
Entertainment
  • આલિયા આવતા સપ્તાહે જ  શુટીંગ પર પાછી ફરશે?

અનલોકની પ્રક્રિયાને પગલે : ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ’ કાઠીયાવાડીનું શુટીંગ શરૂ થશે

મુંબઈ: લાંબા સમયથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગેલુ છે જેને લઈને નાના પરદાથી માંડીને મોટા પરદા માટેનું શુટીંગ રોકાઈ ગયુ છે પરંતુ હાલમાં જ સરકારે 5 લેવલ પર અનલોકની પ્રક્રિયા શરૂ કરતાં ફિલ્મ ઈન્ડ.વાળા ફિલ્મોનું શુટીંગ શરૂ કરવા તૈયાર થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે અભિનેત્રી આલીયા ભટ્ટની ફીલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીનું શુટીંગ પણ લાંબા સમયથી રોકાયેલુ છે. હવે ખબર છે કે ટુંક સમયમાં જ ફીલ્મનું શૂટીંગ થનાર છે. સંજયલીલા ભણશાલીની આ ફિલ્મનું શુટીંગ 15 જુનથી બીજી વાર શરૂ થઈ જશે. અલબત શુટીંગ પહેલા ટીમે ઘણી તૈયારી કરવી પડશે. સાથે સાથે સરકાર દ્વારા જાહેર ગાઈડ લાઈન મુજબ શુટીંગ કરવી પડશે.


Related News

Loading...
Advertisement