ડિમ્પલ કાપડીયાને 64મું વર્ષ બેઠું: પુત્રી ટવીંકલે જન્મદિને તસ્વીર શેર કરી

09 June 2021 06:54 PM
Entertainment
  • ડિમ્પલ કાપડીયાને 64મું વર્ષ બેઠું: પુત્રી ટવીંકલે જન્મદિને તસ્વીર શેર કરી

દીયા મિર્ઝાએ લખ્યું સૌથી ખૂબસૂરત નારી

મુંબઈ: બોલીવુડની એક જમાનાની બ્યુટીફુલ હીરોઈન ડીમ્પલ કાપડીયા- ખન્નાનો ગઈકાલે 64મો જન્મદીન હતો. મમ્મીના જન્મદીને પુત્રી ટવીન્કલ ખન્નાએ સુંદર મજાના લખાણો સાથે તસ્વીરો શેર કરી હતી. જન્મદીને ડીમ્પલને ઢગલાબંધ શુભકામનાઓ મળી હતી. ટવીંકલે લખ્યું છે- કોઈ વ્યક્તિ માના મનોરમ જન્મ દીવસના ચિત્રનું ફોટો બોમ્બીંગ કરી રહી છે અને તેને નોલાનની મુવીની જેમ પાછળ તરફ ફેરવે છે! ઉલ્લેખનીય છે કે અહીં નોલાનનો સંદર્ભ હોલીવુડના મહાન ફિલ્મકાર ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ટેનેટ’માં ડિમ્પલે ભજવેલી ભૂમિકાનો છે. તસ્વીરમાં માતા-પુત્રી ખુશખુશાલ જોવા મળે છે. ડિમ્પલના જન્મદીને દીયા મિર્ઝાએ લખ્યું છે. સૌથી સુંદર નારીને જન્મદીનની શુભકામના ઋત્વિક રોશને લખ્યું હેપ્પી બર્થ ડે, ડિમ્પલ આન્ટી. ઉલ્લેખનીય છે કે ડીમ્પલ કાપડીયાએ માત્ર 16 વર્ષની વયે 1973માં રાજકપુરની ફિલ્મ ‘બોબી’માં અભિનયનો પ્રારંભ કરેલો. ઋષિકપુર સાથેની આ ફિલ્મ સુપરહીટ થયેલી. બાદમાં તત્કાલીન સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરેલા. ત્યારબાદ 1984માં ‘સાગર’ ફિલ્મથી ફિલ્મોમાં પુનરાગમન કરેલું. તેણે કાશ, દ્દષ્ટિ, રૂદાલી જેવી કલાસીક ફિલ્મોમાં પણ કામ કરેલું.


Related News

Loading...
Advertisement