પતિ સાથેના અણબનાવ મામલે ટીએમસી સાંસદ નુસરતનો ખુલાસો: લગ્ન જ કાનૂની નથી તો તલાક કેવી રીતે?

09 June 2021 06:57 PM
Entertainment India
  • પતિ સાથેના અણબનાવ મામલે ટીએમસી સાંસદ નુસરતનો ખુલાસો: લગ્ન જ કાનૂની નથી તો તલાક કેવી રીતે?

ફિલ્મી લવ ટ્રાયેંગલને ટકકર મારતી એકટ્રેસ કમ સાંસદની રિયલ સ્ટોરી : પતિથી દૂર સાંસદના પેટમાં વિકસી રહેલું બાળક કોનું તે પ્રશ્ન અનુત્તર: કહેવાતા પ્રેમી યશ દાસ ગુપ્તાનું કોઈ નિવેદન નહીં

કોલકતા તા.9
કોઈ ફિલ્મી લવ ટ્રાયેંગલ સ્ટોરીને ટકકર મારે તેવી રિયલ ઘટના પશ્ર્ચિમ બંગાળના ટીએમસી સાંસદ અને એકટ્રેસ નુસરત જહાં સાથે બની રહી છે. ગઈકાલે ભારતમાં આશ્રય મેળવી રહેલી બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીને ટીએમસી સાંસદ નુસરત જહાંના પેટમાં વિકસી રહેલું બાળક કોનું તેવા પ્રશ્ર્ન સાથે સ્ટોરી શેર કરેલી અને જયારે આ બાળક પોતાનું નથી તેવો ઘટસ્ફોટ પતિ અને બીઝનેસમેન નિખિલ જૈન કરતા અને પતિ સાથે તલાક સુધી વાતો પહોંચી ગઈ હોવાના મીડીયામાં રિપોર્ટ છપાતા આ મામલે હવે નુસરત જહાંએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે જયારે શાદી જ માન્ય નથી તો તલાક કેવા?

બંગાળી એકટ્રેસ નુસરત જહાંના 2019માં બીઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. ખુદ નુસરતે પોતાના લગ્નના ફોટા સોશ્યલ મીડીયામાં શેર કર્યા હતા. હવે એકટ્રેસ કમ તૃણમુલ સાંસદ નુસરત કહે છે તેના લગ્ન માન્ય નથી કાનૂની નથી. ખરેખર તો નુસરત અને નિખિલ વચ્ચના અણબનાવના છેલ્લા કેટલાક સમયથી અણબનાવના ખબરો હતા. નિખિલે જણાવ્યું હતું કે તે 6 મહિનાથી તેની સાથે નથી. દરમ્યાન નુરસતની પ્રેગ્નન્સીની ખબરોએ જોર પકડયું જેના બારામાં નિખીલે કહ્યું કે મને આ બાબતે ખબર નથી અને જો નુસરત પ્રેગ્નન્ટ હોય તો તે બાળક મારું નથી. હવે બાબતે નુસરતે ખુલાસો કર્યો છે કે એ વિદેશી ભૂમિ પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન અનુસાર લગ્ન અમાન્ય છે,

આ ઉપરાંત આ બે ધર્મના લોકો વચ્ચે થયેલા લગ્ન હતા તેથી તેને ભારતમાં કાનૂની રૂપ આપવું જરૂરી હતું પણ એવું નથી થયું એટલે તલાકનો સવાલ જ પેદા નથી થતો. નુસરતે જણાવ્યું હતું કે અમે ખૂબ પહેલા જ અલગ થઈ ગયા હતા, પણ મેં આ બારામાં વાત નથી કહી કારણ કે હું મારી પ્રાઈવેટ લાઈફને મારા સુધી જ સીમીત રાખવા માંગતી હતી. દરમિયાન નુસરતના પોપ્યુલર એકટર યશ દાસગુપ્તા સાથેના અફેરની વાતો પણ ચગી હતી. બન્ને ગત વર્ષે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે યશ દાસગુપ્તા ભાજપ નેતા છે જયારે નુસરત ટીએમસી સાંસદ છે.અલબત આ પ્રણય ત્રિકોણ કથાના ત્રીજા કોણ એવા યશ દાસગુપ્તાનું હજું સુધી કોઈ નિવેદન નથી આવ્યું.


Related News

Loading...
Advertisement