હું અંગત કામે દિલ્હી નહી સોનીપત પહોંચ્યુ છુ : હાર્દિક પટેલની સ્પષ્ટતા

09 June 2021 07:12 PM
Gujarat Politics
  • હું અંગત કામે દિલ્હી નહી સોનીપત પહોંચ્યુ છુ : હાર્દિક પટેલની સ્પષ્ટતા

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા ફેર બદલની અટકળોમાં કાર્યકારી પ્રમુખને દિલ્હી મોવડી મંડળનું તેડુ આવ્યુ હોવાનો ઇન્કાર : ગુજરાત કોંગ્રેસ હાલ ચર્ચામાં નથી

રાજકોટ તા.9
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં ફેરફારની ચાલી રહેલી અટકળો વચ્ચે પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યા હોવાના તથા મોવડીમંડળે તેમને તેડુ મોકલ્યુ હોવાના અહેવાલો ઉપર આજે હાર્દિક પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું મારા એક મિત્રના પિતાના નિધનમાં શોક દર્શાવવા સોનીપત પહોંચ્યો છું. પક્ષની કોઇ કામગીરી કે ચર્ચા માટે દિલ્હી જવાનો કે મોવડી મંડળે બોલાવ્યાનો પ્રશ્ર્ન નથી. કોંગ્રેસમાં હાલ જે ચર્ચા ચાલી રહી છે તેમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુકિત અંગે જબરો લોબીંગ ચાલે છે અને આ વચ્ચે કાર્યકારી પ્રમુખ દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલથી ગરમાવો આવી ગયો હતો. પરંતુ હાર્દિકે સૂચક શબ્દોમાં જણાવ્યું કે હાલ ગુજરાત કોંગ્રેસ ચર્ચામાં નથી એટલે કે તે કોંગ્રેસના કોઇ કામ માટે નહી પરંતુ પોતાના અંગત કામ માટે દિલ્હી પહોંચ્યા છે અને ગુજરાત પરત ફરશે.


Related News

Loading...
Advertisement