ગુજરાતના મુખ્ય 3 શહેરોમાં 100થી પણ ઓછા કોરોના કેસ, રાજકોટ જિલ્લામાં તો નવા 56 કેસ જ નોંધાયા : રાજ્યમાં આજે કુલ 644 નવા સંક્રમિતો

09 June 2021 08:50 PM
Government Gujarat
  • ગુજરાતના મુખ્ય 3 શહેરોમાં 100થી પણ ઓછા કોરોના કેસ, રાજકોટ જિલ્લામાં તો નવા 56 કેસ જ નોંધાયા : રાજ્યમાં આજે કુલ 644 નવા સંક્રમિતો

● રાજ્યના સુરેન્દ્રનગર અને ડાંગમાં એક પણ કેસ નોંધાયો નહીં, છેલ્લા 24 કલાકમાં 10 જ દર્દીના મોત, મૃત્યુઆંક 9965 થયો, હાલ 13683 એક્ટિવ કેસ ● કુલ 8.18 લાખ સંક્રમિતોમાંથી 794703 દર્દીઓ સાજા થયા, આજે 1675 ડિસ્ચાર્જ : રિકવરી રેટ વધીને 97 ટકા થઈ ગયો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો હવે અંત આવ્યો હોય તેમ આજે નવા 700થી પણ ઓછા કેસ નોંધાયા છે. તેની સામે 1600થી વધુ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતના મુખ્ય 3 શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં 100થી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં તો નવા 56 કેસ જ નોંધાયા છે. કુલ 8.18 લાખ સંક્રમિતોમાંથી 794703 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ વધીને 97.11 ટકા થઈ ગયો છે. હવે 13683 એક્ટિવ કેસ રહ્યા છે. રાજ્યના સુરેન્દ્રનગર અને ડાંગમાં તો આજે એક પણ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 644 કેસો નોંધાયા છે. અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1675 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 346 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13337 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 9965 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 818251 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

વડોદરા 130, સુરત 100, અમદાવાદ 98, રાજકોટ 56, જૂનાગઢ - જામનગર 28, ગીર સોમનાથ - ખેડા 16, આણંદ 14, અરવલ્લી - કચ્છ - નવસારી 13, મહેસાણા 12, સાબરકાંઠા - ભરૂચ - ગાંધીનગર 11, અમરેલી 10, પંચમહાલ - વલસાડ - ભાવનગર 9, મહિસાગર 8, દેવભૂમિ દ્વારકા 7, નર્મદા - પોરબંદર - સાબરકાંઠા 4, પાટણ 3, બોટાદ - દાહોદ 2, છોટા ઉદેપુર - મોરબી - તાપી 1.


Related News

Loading...
Advertisement