અલ સાલ્વાડોરે બિટકોઈનને લીગલ કરન્સીનો દરજ્જો આપ્યો, હવે ત્યાં બિટકોઈન ડોલરમાં કન્વર્ટ થઈ શકશે

09 June 2021 10:34 PM
Business World
  • અલ સાલ્વાડોરે બિટકોઈનને લીગલ કરન્સીનો દરજ્જો આપ્યો, હવે ત્યાં બિટકોઈન ડોલરમાં કન્વર્ટ થઈ શકશે
  • અલ સાલ્વાડોરે બિટકોઈનને લીગલ કરન્સીનો દરજ્જો આપ્યો, હવે ત્યાં બિટકોઈન ડોલરમાં કન્વર્ટ થઈ શકશે

ક્રિપ્ટો કરન્સીને લઈને દુનિયા અસમંજસમાં છે ત્યારે જ મધ્ય અમેરિકાના આ દેશે વિશ્વમાં પ્રથમ વખત આવો નિર્ણય લઈ સૌને ચોંકાવી દીધા

સાન સાલ્વાડોર:
ક્રિપ્ટો કરન્સીને લઈને દુનિયા અસમંજસમાં છે ત્યારે જ મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોર દેશે બિટકોઈનને લીગલ કરન્સીનો દરજ્જો આપ્યો છે. હવે ત્યાં બિટકોઈન ડોલરમાં કન્વર્ટ થઈ શકશે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ દેશે આવો નિર્ણય કર્યો છે. જેથી દુનિયાના અન્ય દેશો ચોંકી ઉઠ્યા છે. અલ સાલ્વાડોરનું આ પગલું ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

અલ સાલ્વાડોરની સંસદમાં બિટકોઈનને કાયદેસની માન્યતા માટે સમર્થન પ્રાપ્ત થયું છે. ત્યાંના રાષ્ટ્રપતિ નાઈબ બુકેલેના બિટકોઈનને કરન્સી તરીકે સ્વીકારવા સંદર્ભે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં કુલ 84માંથી 62 સભ્યોએ વોટ આપ્યો હતો. જેથી હવે ત્યાં બિટકોઈનને લીગલ કરન્સી માનવામાં આવતો કાયદો બન્યો છે. આ કાયદાને સંપૂર્ણ અમલમાં લાવવામાં લગભગ 90 દિવસો સુધીનો સમય લાગશે. જે બાદ બિટકોઈન ચલણમાં આવશે.

સંસદમાં વોટિંગ થયું તે પહેલા રાષ્ટ્રપતિ બુકેલેએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ પગલું અલ સાલ્વાડોર માટે રોકાણ ટુરિઝમ અને આર્થિક વિકાસ લઈને આવશે. બુકેલેએ બિટકોઈનને કાયદેસર રીતે પાસ થવાના પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે. બુકેલેએ એવું પણ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, બિટકોઈનનો ઉપયોગ લોકો માટે વૈકલ્પિક હશે. આ સાથે જ પહેલાની જેમ જ અમેરિકન ડોલરનો પણ દેશમાં ઉપયોગ રાબેતા મુજબ ચાલુ રહેશે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ બિટકોઈનના દરેક ટ્રાન્જેક્શનના સમયે બિટકોઈનને ડોલરમાં બદલવાને લઈને સરકારી ગેરન્ટી આપવાની પણ વાત કહી છે.

રાષ્ટ્રપતિ બુકેલેના જણાવ્યા મુજબ, અલ સાલ્વાડોરની અર્થ વ્યવસ્થા બહાર કામ કરી રહેલા દેશના લોકો દ્વારા મોકલવામાં આવેલા પૈસા પર વધારે નિર્ભર છે. વર્લ્ડ બેંકના રેમિટેન્સ સબંધી ડેટા અનુસાર, 2019માં અલ સાલ્વાડોરની જીડીપીના લગભગ 20 ટકા માત્ર વિદેશથી મોકલવામાં આવેલા પૈસા હતા. આ રેશિયો દુનિયામાં સૌથી વધુની શ્રેણીમાં છે. બિટકોઈનનો ઉપયોગ વિદેશોમાં રહેતા અલ સાલ્વાડોરના લોકો માટે સરળ થઈ જશે.


Related News

Loading...
Advertisement