ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી

09 June 2021 10:54 PM
Government Gujarat
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી
  • ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી

● કોરોનાના કારણે અટકી પડેલી બદલીઓ આજે જાહેર કરતી રાજ્ય સરકાર : મહેસુલ સચિવ પંકજ કુમાર બન્યા ગૃહ સચિવ : કમલ દયાની બન્યા નવા મહેસુલ સચિવ : ડો.જયંતિ રવિની જગ્યાએ આરોગ્ય સચિવ બનતા આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલ ● જામનગરના મ્યુ.કમિશનર સતીશ પટેલની ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી, તેઓ મિડ ડે મિલ્સના કમિશનર તરીકે મુકાયા, કમિશનર ઓફ સ્કૂલસનો વધારાનો ચાર્જ પણ સોંપાયો

ગાંધીનગર /

આજે ગુજરાત સરકારે સચિવાલય કક્ષાએથી રાજ્યના બે ડઝનથી પણ વધુ અટલે કે ૨૬ સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરેલ છે. આજે મોડી સાંજે સચિવાલય કક્ષાએથી બદલીનો ઘાણવો નીકળતા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર થયા છે. કોરોનાના કારણે બદલીઓ અટકી પડી હતી ત્યારે હવે સચિવાલયમાંથી જ બદલીનો દોર શરૂ થયો છે.

આજે થયેલા આદેશો મુજબ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને ગૃહ સચિવ બનાવાયા છે, આ પેહલા તેઓને મહેસુલ ઉપરાંત ગૃહનો વધારોનો હવાલો સોંપાયો હતો. જ્યારે કમલ દયાનીને મહેસુલ સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે. આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલને ડો.જયંતિ રવિની જગ્યાએ આરોગ્ય વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના સચિવ સુનેના તોમરને સામાજિક ન્યાય એન એમ્પાવરમેન્ટ વિભાગના સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાને ઉદ્યોગ સચિવ બનાવાયા છે. વન અને પર્યાવરણ વિભાગ ના સચિવ અરુણ કુમાર સોલંકી ને બનાવાયા છે.

જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલની ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સતીશ પટેલને ગાંધીનગર મિડ ડે મિલ્સના કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કમિશનર ઓફ સ્કૂલસનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા પંચાયત, ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય હાઉસિંગ વિભાગના સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ મનોજકુમાર દાસને બંદર અને વાહન વ્યવહારનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ તરફ ગ્રામ્ય વિકાસ, હાઉસિંગ, પંચાયત વિભાગના સચિવ વિજય નેહરા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ તરીકેની જવાબદારી અપાઈ છે. જ્યારે સાયન્સ અને ટેકનોલોજીના સચિવ હારિત શુક્લાને ઉદ્યોગ વિભાગના સચિવ બનાવાયા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર મનિષા ચંદ્રાની નાણાં વિભાગ (ખર્ચ)માં સચિવ તરીકે બદલી કરાઈ છે.


રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર
26 IAS અધીકારીઓની બદલી
તમામ બદલી સચિવાલય કક્ષાએ થઈ
ગૃહવિભાગમાં મૂકાયા પંકજ કુમાર
મહેસૂલવિભાગનો હવાલો કમલ દયાનીને
અનેક વિભાગના સચિવ બદલાયા
26 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ
પંકજ કુમારને ગૃહ વિભાગના ACS તરીકે બદલી
શાલિની અગ્રવાલની વડોદરા મ્યુ. કમિ. તરીકે બદલી
સુનૈના તોમરની સામાજિક ન્યાય અને અધિકાર વિભાગમાં મુકાયા
રાજીવ ગુપ્તાની ખાણ ખનીજ વિભાગના સચિવ તરીકે બદલી
મનોજ અગ્રવાલની આરોગ્ય વિભાગના ACS તરીકે બદલી
વિજય નહેરાને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ACS
વિપુલ મિત્રાને ગ્રામિણ વિકાસ વિભાગના ACS
રમેશ ચંદ્ર મીણાને સ્પીપાના ડાયરેટર તરીકે નિમાયા
AK રાકેશને સામાન્ય વહીવટમાં મુકાયા
AK સોલંકીને વન અને પર્યાવરણ વિભાગ ACS
મનોજ કુમાર દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી
કમલ દયાણીને મહેસૂલ વિભાગમાં મુકાયા
સોનલ મિશ્રાની ગ્રામ્ય વિકાસમાં બદલી


Related News

Loading...
Advertisement