ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો: લોન ડીફોલ્ટર્સ વધ્યા

10 June 2021 10:41 AM
Ahmedabad Gujarat Top News
  • ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો: લોન ડીફોલ્ટર્સ વધ્યા

કોરોનાની પ્રથમ લહેરમાં હેમખેમ રહેલા ક્ષેત્રો હવે બીજી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત

છેલ્લા બે માસમાં લોન, ઓટો, ડેબીટ એડવાન્સ ચેક બાઉન્સનું પ્રમાણ 35.91 ટકા અને 45%: કોરોનાના કારણે વસુલાત કામગીરી પણ ઠપ્પ

અમદાવાદ:
દેશમાં કોરોનાની બીજી લહેર એ ગ્રામીણ ક્ષેત્રોને પણ ખરાબ રીતે પ્રભાવીત કરી જ છે અને ખરાબ કરીને દૂર દૂરના ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય વ્યવસ્થા અત્યંત કંગાળ હોવાથી લોકો વાયરસના કારણે મૃત્યુ થયા હોય તો પણ તેની નોંધ ભાગ્યે જ થઈ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પુરી રીતે પ્રભાવીત જ છે જેની સીધી અસર ગ્રામીણ ક્ષેત્રમાં લોન રીપેમેન્ટ પર પડી છે. કોરોનાની બીજી લહેરના અંત અને ખરીફ પાકની નવી સીઝનમાં વાવણીનો પ્રારંભ આ બન્ને વચ્ચે ભાગ્યે જ કોઈ અંતર રહ્યું છે.

શહેરી ક્ષેત્રમાં જે રીતે નિયંત્રીત લોકડાઉન નાઈટ કર્ફયુ, માર્કેટયાર્ડ સહિતના વેચાણ સ્થળો પણ બંધ રહ્યા અને આંતરરાષ્ટ્રીય હેરફેરને પણ અસર થઈ તેની ઉનાળુ પાક ગ્રામીણ ખેતરોમાં જ પડી રહ્યો છે અથવા પુરતા ભાવે અને સમયસર વેચાણ થઈ શકયું નથી. છેલ્લા દોઢ વર્ષથી જે રીતે કોરોનાની સ્થિતિના કારણે દેશભરમાં વ્યાપાર ધંધાને અસર થઈ છે તેમાં ગ્રામીણ અર્થતંત્ર પણ બાકાત નથી અને તેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ગોલ્ડલોનની કૃષિ લોન તથા હાઉસીંગ લોન અને અન્ય પર્સનલ લોનમાં ડીફોલ્ટર મળ્યા છે.

ઈન્ડીયા રેટીંગના રીપોર્ટ મુજબ હજું આ પ્રારંભ છે. દિવાળી સુધી લોન ડીફોલ્ટર્સનું પ્રમાણ ઉંચુ હશે અને પછી એટલે સમય આવશે કે ડયુ રીપેમેન્ટ તેમની કેપેસીટી બહાર જશે. હાલમાં જ બેન્કમાં જે ઓટો ડેબીટના મેન્ડેટ છે. (દર મહીને હપ્તા અથવા ડયુ રકમ આપોઆપ બાકી ઘટના બેન્ક ખાતામાંથી કપાઈ જાય.) અથવા તો રીપેમેન્ટ માટે એડવાન્સ ચેક આપેલ છે તેમાં બાઉન્સ થવાનું પ્રમાણ વધી ગયુ છે. એપ્રીલમાં લોન રીપેમેન્ટ 73% થયુ છે જે માર્ચમાં 83% હતું. કોરોનાની બીજી લહેરના કારણે માર્ચથી મે માસમાં બેન્કીંક કામગીરી પણ મર્યાદીત રહી અને તેના કારણે વસુલાત તો સાવ બંધ જ કરવી પડી હતી.

ડોર ટુ ડોર જવાનું બેન્ક કર્મચારીઓને જ મનાઈ હતી તેથી જે ચેક બાઉન્સ થયા કે ઓટો ડેબીટમાં રકમ વસુલ થઈ શકી નહી તેના ફોલોઅપ વસુલાતની કામગીરી થઈ જ નથી. મે માસમાં જ 35.91% ઓટો ડેબીટ, મેન્ડેટ રીટર્ન થયા અને કુલ 3.08 કરોડ મેન્ડેટમાં વસુલાત થઈ નથી અને જૂનમાં તે વધીને 45% થઈ છે. નેશનલ ઓટોમેકર કલીયરીંગ હાઉસના આંકડા મુજબ એપ્રીલમાં કુલ 8.54 કરોડ ઓટો ડેબીટ મેન્ડેટ બેન્ક ખાતાઓમાં મોકલાયા હતા તેમાં 5.63 કરોડમાં જ વસુલાત થઈ શકી હતી. ગત વર્ષે નવેમ્બર સુધી આ સ્થિતિ હતી પણ બાદમાં બેન્ક વસુલાત સુધારો થયો.

આ માર્ચથી ફરી પરીસ્થિતિ બગડી છે બીજી તરફ ટોચની કંપનીએ પણ તેના મંજુર થયેલી લોન ઉપાડતી નથી. તેઓને બજારમાં માંગ દેખાતી નથી તેથી ઉત્પાદન વધારવા કે પ્લાંટ વિસ્તરણમાં હાલ કોઈ વળતર દેખાતું નથી. દેશની ટોચની 1000 કંપનીઓ છે. રૂા.1.70 લાખ કરોડની મંજુર થયેલી લોન હજુ ઉપાડી નથી કે નાણા વધારવાનું શરુ કર્યુ નથી. હાલ મોટા ભાગની કંપનીઓ લોન, રીસ્ટ્રકચર કરવામાં વધુ રસ ધરાવે છે.


Related News

Loading...
Advertisement