ગોંડલમાં દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

10 June 2021 11:08 AM
Gondal Crime
  • ગોંડલમાં દારૂનું વેચાણ
કરતો શખ્સ ઝડપાયો

12855નો મુદામાલ કબ્જે કરતી પોલીસ

ગોંડલ તા.10
ગોંડલના દેરડીકુંભાજી ગામે ઇંડા સાથે દારૂનું વેચાણ કરતા શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. દેરડી ગામે રહેતો અને ઇંડાની દુકાન ધરાવતો વિશાલ જેન્તીભાઇ પટેલ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાલુકાના પી.એસ.આઇ. મહાવીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પો.કો. ભગીરથહિં જાડેજા સહિતના સ્ટાફ દુકાનમાં રેઇડ કરી જુદી-જુદી બ્રાંની બોટલ નંગ 25 કિ.12855 ના જથ્થા સાથે વિશાલને ઝડપી લીધો હતો પકડાયેલ વિશાલે આ દારૂનો જથ્થો જયરાજ ઉર્ફે રવિ વલકુભાઇ કરપડા પાસેથી લીધાની કબુલાત આપતા બન્ને સામે ગુન્હો દાખલ કરી જયરાજની શોધખોળ હાથ ધરાઇ છે.


Related News

Loading...
Advertisement