આ તૈયારી માત્ર તૈયારી રહે તેવી પ્રાર્થના

10 June 2021 11:19 AM
India Top News
  • આ તૈયારી માત્ર તૈયારી રહે તેવી પ્રાર્થના

કોરોનાની બીજી લહેરે ભારતીયને ઉંઘતો ઝડપી લીધો હતો અને એવી તો તબાહી મચાવી હતી કે હોસ્પિટલોમાં દર્દીઓની અને સ્મશાનોમાં મૃતદેહોની લાઈનો લાગી હતી.હવે ત્રીજી લહેરની સંભાવના છે અને તેમાં કોરોના બાળકોને નિશાન બનાવે તેવી શકયતા છે.ત્યારે બીજી લહેરની તબાહીથી સાવધ બનેલા ભારતવાસીએ અત્યારથી જ તૈયારી કરી લીધી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોને નિશાન બનાવે તે પહેલા તેમને ઓકિસજન સપોર્ટ કેવી રીતે આપવો તેને લઈને હૈદરાબાદમાં એક ડમીના માધ્યમથી ટ્રાયલ કરાઈ હતી તૈયારી ભલે કરાઈ રહી હોય પણ એવુ ઈચ્છીએ કે ત્રીજી લહેર ન આવે.


Related News

Loading...
Advertisement