ગોંડલના હડમતાળા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

10 June 2021 11:20 AM
Gondal
  • ગોંડલના હડમતાળા ગામે
બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સુમરા જમાતના આગેવાનો-સદસ્યો દ્વારા રકતદાન

ગોંડલ તા.10 ગોંડલના હડમતાળા ગામે સુમરા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ માં સુમરા જમાત ના યુવાન વડીલો તેમજ સમાજ ના આગેવાનો એ બ્લડ ડોનેટ કરી ને માનવ ધર્મ નું ઉદાહરણ પૂરું પાડેલ હતું સાથે સાથે બહેનો એ પણ બ્લડ ડોનેશન કર્યુ હતું આ બ્લડ ડોનેશન કેમ્પ નું ઉદ્ઘાટન જ્યોતિરાદીત્ય સિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું તથા આ કાર્યકર્મ ના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા પંચાયત ના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, ઇન્દુભા જાડેજા, ગોંડલ ભાજપ આગેવાન વીનું ભાઈ વિરડીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યકમ ને સફળ બનાવવા હડમતાળાં જમાત ના પ્રમુખ હનીફભાઈ મામદભાઈ નકાણી, સતાર ભાઈ ઇબ્રાહિમ ભાઈ દોઢિયા, યુનુસભાઈ હુસેનભાઈ પતાણી, સલીમ તૈયાબ ભાઈ પતાણી, તૈયબ હસનભાઈ પતાણી, ગફાર ભાઈ હાજી ભાઈ પતાણી, મુસા ભાઈ હુસેનભાઈ ભૈયા, હુસેનભાઈ આંમદ ભાઈ પતાણી, પાટિયારી જમાત ના પ્રમુખ અનિસ ભાઈ આમદ ભાઈ દોઢિયા, ઈલીયાસ ઓસમાણ પતાણી, ગફાર ભાઈ મંત્રી અમીન ગફાર ભાઈ દોઢિયાએ જહેમત ઉઠાવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ માં રક્ત દાતા ઓ ને ગણેશભાઈ તરફથી ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમનું ઉદબોધન અખિલ સૌરાષ્ટ્ર સુન્ની સુમરા સમાજ ના પ્રવક્તા ઈલીયાસ ભાઈ ભૈયા રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement