નાયબ મામલતદાર એ.એમ.મકવાણા નિવૃત થતા વિદાયમાન અપાયું

10 June 2021 11:28 AM
Jasdan
  • નાયબ મામલતદાર એ.એમ.મકવાણા
નિવૃત થતા વિદાયમાન અપાયું

જસદણ તા.10 મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પુરવઠા તરીકે ફરજ બજાવતા અશોકભાઈ એમ.મકવાણા તાજેતરમાં વય નિવૃત થતા મામલતદાર કચેરી દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. અશોકભાઈ એમ.મકવાણાએ તારીખ 02-07-1982 ના રોજ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે જનરલ શાખામા ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરાજી, ગોંડલ, જસદણ, ગોડલ, જામકંડોરણા, ઉપલેટા, કોટડાસાંગાણી, જસદણ, વીંછીયા, ગોંડલ, જસદણ વિગેરે તાલુકામા નાયબ મામલતદાર મહેસુલ, સર્કલ ઓફીસર, નાયબ મામલતદાર પુરવઠા, નાયબ મામલતદાર મધ્યાહન ભોજન તેમજ ગ્રામ પંચાયતથી માંડી લોકસભા ચૂંટણીમા નાયબ મામલતદાર તરીકે સારીરીતે ફરજ બજાવી હતી.જસદણ ખાતે 2002-03, 2012-13-14,તથા 2018-20 એમ કુલ ત્રણ વાર નાયબ મામલતદાર મહેસુલ, વિધાનસભા ચુટણી, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા તથા ચીફ ઓફિસર જસદણ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલ હતી. છેલ્લે તા.5-08-2020 થી 31-5-2021 સુધી ગોંડલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પુરવઠા તરીકે ફરજ બજાવી વય નિવૃત થયેલ હતા. નિવૃત જીવન તંદુરસ્ત આરોગ્યમય રહે તેમજ પરિવાર સાથે સુખમય જીવન બની રહે,તેમજ તેઓનુ શેષ જીવન સમાજસેવામા સુખરૂપ,આનંદમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.


Loading...
Advertisement