ધોરાજીમાં પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની બેઠક મળી

10 June 2021 11:57 AM
Dhoraji
  • ધોરાજીમાં પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની બેઠક મળી
  • ધોરાજીમાં પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની બેઠક મળી

પ્રમુખ મોહસીનભાઇ લોખંડવાલા તથા ઉપપ્રમુખ હમીદભાઇ ગોડીલનું અભિવાદન : પ્રદેશ પ્રમુખ પાટીલ, ભીખુભાઇ દલસાણીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ધોરાજી, તા. 10 ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની બેઠક ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.
જેમાં પ્રદેશ લઘુમતી મોરચાના નવનિયુકત પ્રમુખ મોહસીનભાઇ લોખંડવાલા, ઉપપ્રમુખ હમીદભાઇ ગોડીલ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જેઓને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ આવકારી શુભેચ્છા પાઠવી હતી. આ તકે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભીખુભાઇ દલસાણીયાએ તમામ હોદ્દેદારોને જણાવેલ કે સમગ્ર દેશ અને ગુજરાતમાં મુસ્લિમો સલામત અને સુખી છે. લઘુમતી સમાજના યુવાનો વધારેને વધારે પાર્ટી સાથે જોડાય તેવા પ્રયત્નો કરવા તેઓએ જણાવેલ હતું.

આ તકે ધોરાજીના સેવાભાવી અને મેમણ સમાજના અગ્રણી તેમજ છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા એવા યુવા ઉદ્યોગપતિ હમીદભાઇ ગોડીલનું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પુષ્પગુચ્છ આપી સન્માન કરેલ. આ તકે ભીખુભાઇ દલસાણીયા જે યુવા કાળમાં ધોરાજી ખાતે શાખા ચલાવતા ત્યારના સ્મરણોને વગોળ્યા હતા. આ બેઠકમાં નવનિયુકત લઘુમતી મોરચાના પ્રમુખ ડો. મોહસીનભાઇ લોખંડવાલા અને હમીદભાઇ ગોડીલનું હોદ્દેદારો દ્વારા સન્માન કરાયેલ હતું.

આ તકે મહામંત્રી નાહીનભાઇ કાજી, જેનુલ આબેદીન અન્સારી તેમજ ગદીરભાઇ કુરેશી, વસીમભાઇ શેખ, જસાન નકવી સહિતના હોદેદારો હાજર રહેલ હતા. આ પ્રસંગેપ્રમુખ સી.આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હાજર રહેલ હતા.

બાદમાં લઘુમતી મોરચાના તમામ હોદેદારો નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિજયભાઇ રૂપાણીએ તમામ હોદેદારોને આવકારેલ હતા. તેમજ લઘુમતી મોરચાના તમામ હોદેદારો ગુજરાત વકફ બોર્ડની પણ મુલાકાત લીધી હતી. આ તકે વકફ બોર્ડના ચેરમેન સજજાદ હિરાએ લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારોને આવકારેલ હતા. હમીદભાઇ ગોડીલને માદરે વતન ધોરાજી ખાતે આગેવાનો દ્વારા આવકારવામાં આવેલ છે.


Loading...
Advertisement