લંડન કરતા પણ ઓકલેન્ડ રહેવા માટે શ્રેષ્ઠ

10 June 2021 11:59 AM
World
  • લંડન કરતા પણ ઓકલેન્ડ રહેવા માટે શ્રેષ્ઠ

ટોપ-ટેનમાં ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડના શહેરોનો દબદબો

ઓકલેન્ડ તા.10
આ વખતે વિશ્વના શ્રેષ્ઠ જીવંત શહેરોની યાદીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે ઓકલેન્ડએ હવે લંડનને પણ પાછળ છોડી દીધુ છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ઈકોનોમીસ્ટ ઈન્ટેલીજન્સ યુનીટના શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેરોની સૂચિમાં યુરોપને પાછળ છોડી ગયા છે.

2021 માટે ઓકલેન્ડને શ્રેષ્ઠ શહેર કરવામાં આવ્યુ છે. આ યાદીમાં ઓકલેન્ડ પછી ઓસાકા અને એડીલેડનું નામ આવે છે જયારે લંડન અને ન્યુયોર્ક ટોપ 50માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા. દસમાંથી બે ન્યુઝીલેન્ડ અને ચાર ઓસ્ટ્રેલીયાના શહેરો છે. જયારે દમિશ્ક સૌથી ઓછુ રહેવા યોગ્ય શહેર રહ્યું છે. તાજેતરમાં 140 શહેરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 10 શહેરોમાં ઓસ્ટ્રેલિયાના ચાર અને ન્યુઝીલેન્ડના ત્રણ શહેર ટોચના સ્થાન પર છે.

ગત વર્ષે ભારતીય શહેરોમાં દિલ્હી અને મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઈ અનુક્રમે 118 અને 119 સ્થાને રહેવા લાયક શહેરોમાં હતા. જો કે આ વખતે ભારતના કયા શહેરો રહેશે તે 28 જૂનના વિસ્તૃત અહેવાલમાં સ્પષ્ટ થશે. સંશોધનકારોએ વિશ્વના 140 શહેરોની યાદી બનાવી મૂલ્યાંકન કર્યુ અને આ શહેરોની સ્થિરતા, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, પર્યાવરણ, શિક્ષા અને બુનીયાદી સુવિધાઓ પર સ્કોર આપ્યા જેમાં માન્ચેસ્ટર યુકેમાં 54માં ક્રમે છે. જયારે લંડન 60માં ક્રમે અને હોનોલુલુ 46 સ્થાન પર 14માં ક્રમે છે અને સૂચિના તળીયે આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના શહેરો છે.


Related News

Loading...
Advertisement