ભાવનગરમાં કોરોનાના 9 અને મ્યુકર માઇકોસીસના નવા 3 કેસ

10 June 2021 12:05 PM
Bhavnagar
  • ભાવનગરમાં કોરોનાના 9 અને મ્યુકર માઇકોસીસના નવા 3 કેસ

37 દર્દીઓ બન્યા કોરોનામુક્ત, જિલ્લામાં નોંધાયેલા કુલ 21,363 કેસો પૈકી 367 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર તા.10 ભાવનગરમાં આજે 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 21,363 થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 2 પુરૂષ તેમજ તાલુકાઓમાં 4 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 9 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરાયા છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 6 અને તાલુકાઓમાં 31 કેસ મળી કુલ 37 દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા 21,363 કેસ પૈકી હાલ 367 દર્દીઓ સારવાર હેઠળ છે.જિલ્લામાં આજે મ્યુકર માઇકોસીસનાં 3 સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ 124 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 112 ક્ધફર્મ કેસ, 10 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 14 દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા છે.


Loading...
Advertisement