જસદણમાં નગરપાલિકા દ્વારા ચોમેર રોડ રસ્તાના કામો શરૂ : નગરજનોને રાહત જસદણમાં નગરપાલિકા દ્વારા ચોમેર રોડ રસ્તાના કામો શરૂ : નગરજનોને રાહત

10 June 2021 12:06 PM
Jasdan
  • જસદણમાં નગરપાલિકા દ્વારા ચોમેર રોડ
રસ્તાના કામો શરૂ : નગરજનોને રાહત 
જસદણમાં નગરપાલિકા દ્વારા ચોમેર રોડ
રસ્તાના કામો શરૂ : નગરજનોને રાહત

જસદણ તા.10 જસદણમાં ફરતી બાજુ રોડનું કામ ચાલુ છે અંદાજે નાના-મોટા 70 જેટલા રોડના કામો મંજૂર થયા હતા એમાં થી 40 જેટલા રોડનું કામ નો કામ પૂર્ણ થઇ ગયું છે બીજાનું કામ ચાલુ છે એમાં જસદણ ને મુખ્ય એન્ટ્રી એવા કમળાપુર રોડ આટકોટ રોડ વિછીયા રોડ એ પ્રાથમિકતા ના ધોરણે પહેલા કરવામાં આવ્યા જેથી કરીને બહારથી આવતા લોકોને જસદણમાં પ્રવેશતાની સાથે જ ખરાબ રોડ રસ્તા નો સામનો કરવો પડતો હતો તે દૂર થયો અત્યારે જસદણનો શાન ગણાતો મોતી ચોક તેમજ પાળિયાવાળી શેરી નું કામ પૂરજોશમાં ચાલુ છે આ બંને રોડ તો રાજાશાહી વખત પછી એક જ વાર થયા હતા અત્યારે બંને જગ્યાએ સિમેન્ટ રોડ નું કામ ચાલુ છે. આ અંગે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રુપારેલીયાએ જણાવેલ કે મારી એક ઇચ્છા હતી કે જસદણમાં મુખ્ય બજારમાં જસદણ તેમજ આજુબાજુના તાલુકાના તમામ ગામડાઓ ના લોકો અહીં ખરીદી કરવા આવે છે તો જેમ બને એમ ઝડપથી આંબેડકરજી ના સ્ટેચ્યુ થી ટાવર ચોક થઈ ડી એસ વી કે હાઈસ્કુલ સુધી રોડ બને અને બહાર ગામના માણસો ને કોઈ તકલીફ ન પડે એ માટે ટૂંક સમયમાં જે નવો બનાવવામાં આવશે જસદણ નો એકમાત્ર બગીચો કે જેની ફરતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તે પણ રોડ નવો સીસી કરવામાં આવશે શરમાળીયા દાદા ના મંદિર થી દલિત વાસ ની ગોળાઈ સુધીનો રોડ પણ બનાવવામાં આવશે આમ આવતી દિવાળી આસપાસ બીજા 40 રોડ નવા બનાવવામાં આવશે.


Loading...
Advertisement