સાવરકુંડલા વેપારી મહામંડળના હોદેદારોની વરણી

10 June 2021 12:30 PM
Amreli
  • સાવરકુંડલા વેપારી મહામંડળના હોદેદારોની વરણી

સાવરકુંડલા તા.10 સાવરકુંડલા વેપારી મહામંડળની હોદ્દેદારોની વરણી અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ચતુરભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા યોગેશભાઈ કોટેચા તથા ભગીરથભાઈ ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા વેપારી મહામંડળનાં હોદ્દેદારો, સલાહકારો, અને કારોબારી સમિતિની નિમણૂંક કરવામાં આવી..
સાવરકુંડલા શહેરમાં ખાસ કરીને કાંટા ઉદ્યોગ અને લોખંડનાં ઓજારોનો વ્યવસાય મોટાંપ્રમાણમાં જોવા મળે છે. અન્ય વેપારી ક્ષેત્રે પણ વેપારીઓનાં પ્રશ્ર્નો હોય તો વેપારી મહામંડળ ખૂબ ધારદાર અને અસરકારક રીતે તંત્ર પાસે રજૂ કરી શકે. અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ચતુરભાઈ પટેલ ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા, યોગેશભાઈ કોટેચા અને ભગીરજભાઈ ત્રિવેદીની અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા વેપારી મહામંડળનાં હોદેદારો, સલાહકારો અને કારોબારી સમિતિના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. આ સંદર્ભે સાવરકુંડલા શહેર વેપારી મહામંડળના પ્રમુખ તરીકે સાવરકુંડલા શહેર સુધરાઈનાં પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જગદીશભાઈ માધવાણી, ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ ગજેરા, મહામંત્રી પ્રકાશભાઈ વડેરા અને શૈલેષભાઈ થડેશ્વર મંત્રી તરીકે હીતેષભાઈ સરૈયા, રવિન્દ્રભાઈ ધંધુકિયા, અશરફભાઈ કાસમાણી, અને ખજાનચી તરીકે રાજુભાઈ સોનીની નિમણૂંક કરવામાં આવી.


Loading...
Advertisement