સુરેન્દ્રનગર : રોડ સાઇડ પર ફળ-શાકભાજી-ફૂલપાકોનું વેચાણ કરતા લારીવાળાઓ માટે વિનામૂલ્યે છત્રી/શેડ વિતરણની યોજના અંતર્ગત અરજીઓ મંગાવાઈ

10 June 2021 12:44 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : રોડ સાઇડ પર ફળ-શાકભાજી-ફૂલપાકોનું વેચાણ કરતા લારીવાળાઓ  માટે વિનામૂલ્યે છત્રી/શેડ વિતરણની યોજના અંતર્ગત અરજીઓ મંગાવાઈ

વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બાગાયત વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત ફળ-શાકભાજી-ફૂલપાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા તેમજ ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબદીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓ અરજી કરી શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ તા. 15-7-2021 સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓએ વહેલામાં વહેલી તકે આઈ-ખેડૂત પોર્ટલ-www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર તેમજ સાઈબ2 કાફે પ2થી પણ કરી શકાશે. ઓનલાઈન અરજી થયા બાદ અ2જીની નકલને રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામસેવકનો ફળ-શાકભાજી-ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોના છુટક વેચાણ કરતા હોવા અંગેનું પ્રમાણ તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ફળ-શાકભાજી-ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા હોવા અંગેનું પ્રમાણ સહિતના જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી 208, બીજે માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગ2 પર પહોચાડવા વધુમા જણાવાયુ છે.


Loading...
Advertisement