લીંબડી મોટા ટીંબલા ગામનો શખ્સ ગેરકાયદેસર હાથ બનાવટની પીસ્ટલ કાર્ટીસ સાથે પકડાયો

10 June 2021 12:45 PM
Surendaranagar
  • લીંબડી મોટા ટીંબલા ગામનો શખ્સ ગેરકાયદેસર હાથ બનાવટની પીસ્ટલ કાર્ટીસ સાથે પકડાયો

વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. બી.એમ.રાણાનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ દાજીરાજસિંહ રાઠોડ તથા રવીભાઇ ભરવાડ તથા ડાયાલાલ પટેલ તથા હેડ કોન્સ. મહીપતસિંહ મકવાણા તથા હરદેવસિંહ જીલુભા તથા ડ્રા.પો.કોન્સ. વીક્રમભાઇ તથા સંગીતાબા વિ.સ્ટાફના માણસો લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મોટા ટીંબલા ગામ ના શકિતસિંહ જગદીશસિંહ રાણા જાતે દરબાર ઉ.વ.23,ધંધો ખેતી રહે.મોટા ટીંબલા દરબાર શેરીમાં તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળાને એક દેશી હાથબનાવટની પીસ્ટલ, કી રૂ. 50,000/ તથા કાર્ટીસ નંગ-1 કી.રૂ. 100/- સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં લીંબડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોધાવવામાં આવેલ છે.


Loading...
Advertisement