વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા માવજત કાર્યક્રમ અંતર્ગત રાશનકીટનું વિતરણ

10 June 2021 12:46 PM
Surendaranagar
  • વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા માવજત કાર્યક્રમ અંતર્ગત રાશનકીટનું વિતરણ

બગસરા તા.10
હાલ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખૂબ જ આર્થિક રીતે નબળા વર્ગના બગસરા અને સાપર ગામમા રહેતા દેવીપુજક, સરાણીયા, મુસ્લીમ સમુદાયના અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી આવા વૃદ્ધ પરિવારોની અન્ન સલામતી જળવાઈ રહે અને બે ટાઇમનું ભોજન મળી રહે તેવા હેતુથી માવજત કાર્યક્રમ અંતર્ગત 20 માવતરોને એક માસ ચાલે તેટલા કરીયાણાની જૂન-2021 મહિનાની કરિયાણાની કીટનું વિતરણ સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના અમરેલી જીલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા દ્વારા કરવામા આવ્યુ હતુ.


Loading...
Advertisement