સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાકીય સ્થળો ઉપર કામ કરનાર તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત

10 June 2021 12:52 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાકીય સ્થળો ઉપર કામ કરનાર તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાકીય સ્થળો ઉપર કામ કરનાર તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાકીય સ્થળો ઉપર કામ કરનાર તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધાકીય સ્થળો ઉપર કામ કરનાર તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત

નેગેટિવ રિપોર્ટ 10 દિવસ સુઘી ચાલશે : જાહેરમાં ધંધો વેપાર કરનારા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવાનો રહેશે : કોરોનાની ત્રીજી લહેર પહેલા સુરેન્દ્રનગર જિલ્લો સજ્જ

વઢવાણ, તા. 10
સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના સંક્રમણની પરિસ્થિતિ હાલમાં કાબૂમાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ના પગલે અનેક લોકોના મોત નિપજ્યા છે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેમાં ખાસ કરીને કોરોના સંક્રમણ ની બીજી જાહેરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્સિજન તથા વિવિધ મેડિકલને લગતી સમસ્યાઓ સર્જાઈ હતી જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ના ટપોટપ મોત નિપજયા હતા સુરેન્દ્રનગરમાં કોરોના કામમાં રોજના એક સમયે 20થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ તથા સરકાર દ્વારા જે પ્રકારની નીતિ ઘડી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક પ્રકારનાં નિયંત્રણો લગાવવામાં આવતા હાલમાં કોરોના ની બીજી લહેર સુરેન્દ્રનગર જિલ્લામાં કાબૂમાં આવી ચૂકી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં રોજના એક થી બે સરેરાશ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને મૃતક આંક પણ હાલની પરિસ્થિતિ મુજબ સુન્ય થઈ ચૂક્યો છે તે એક સુરેન્દ્રનગર જિલ્લા માટે સારી બાબત ગણી શકાય તેમ છે. એક અનુમાન છે કે આગામી થોડા દિવસો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ત્રીજી લહેર કોરોનાની આવી શકે છે

ત્યારે આ ત્રીજી લહેરમાં ખાસ કરીને નાના બાળકોને વધુ કોરોના સંક્રમણ ની અસર થાય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ઉપર કોરોનાની લહેર આવી ન બને તે હેતુ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ પણ આ બાબતે સતત બન્યા છે અને ગૃહ વિભાગના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ નિયમો અને કડક હાલમાં બનાવવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા સુરેન્દ્રનગરની બજારોમાં ધંધા-રોજગાર ખોલવા દેવા માટે છૂટછાટ આપવામાં આવી છે

કાલથી તો સાંજે 07:00 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ધંધા-રોજગાર વેપારીઓ ખુલ્લા રાખી શકાશે તેવા આદેશ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ આ સાથે સરકારે અમુક નિયમો ઉપર કડકાઈ દાખવી છે ગૃહવિભાગના આદેશનું મુજબ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધો-રોજગાર કરનાર તમામ સ્થળો ઉપર કામ કરનારા કારીગરો તથા વેપારીઓ ના કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા જરૂરી બન્યા છે. સુરેન્દ્રનગરમાં ત્રીજી લહેર સામે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન તમામ પ્રકારની તૈયારીઓ કરી ચૂક્યું છે અને બાળકોને માટે અલગ વ્યવસ્થા પણ ક્રીયા કોરોના ની લહેર માં ઉભી કરવામાં આવી છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે જિલ્લા પ્રશાસન વિભાગ તથા જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગૃહવિભાગના આદેશથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરના જાહેર સ્થળો ઉપર વેપાર-ધંધા કરનાર તમામ ધંધાકીય સ્થળ ઉપર કામકાજ કરનાર તમામ લોકોના કોરોના રિપોર્ટ કરાવવા હવે જરૂરી બન્યા છે

અને આ રિપોર્ટ નેગેટિવ આવનાર લોકો જ અને વેપારીઓ ધંધો રોજગાર કરી શકશે અને આ નેગેટિવ રિપોર્ટ કરતા કે સ્થળ ઉપર રાખવા જરૂરી બન્યા છે આ પ્રકારનું જાહેરનામું પણ જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે લોકો દ્વારા આ ધંધા કે સ્થળ ઉપર કામકાજ કરનાર કારીગરો તથા વેપારીઓ ના કોરોના ના રિપોર્ટ કરાવ્યા હોય તો તેમને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સરકારે ધંધાકીય ક્ષેત્રે અંકુશો હળવા કર્યા પરંતુ સતર્કતા દાખવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાની બજારો હાલમાં ખુલી ચૂકી છે ધંધા રોજગાર પણ વેપારીઓ પહેલાની જેમ જ કરી રહ્યા છે બીજી તરફ કોરોના સંક્રમણની પરિસ્થિતિ પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાબૂમાં આવી ચૂકી છે હાલમાં અમુક કોવિડ હોસ્પિટલો બંધ પણ કરી નાખવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા કાલથી એટલે કે 11 થી 07:00 સુધી ધંધા-રોજગાર સુરેન્દ્રનગરમાં ખુલ્લા રાખવાની પરમિશન આપી દેવામાં આવી છે

જેને લઇને વેપારીઓમાં ખુશીની લહેર દોડી ઉઠી છે. ત્યારે બીજી તરફ આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વેપારીઓ અને ગ્રાહકોમાં ફેલ તો હતી કે તે હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને ધંધાકીય સ્થળો ઉપર ફરજિયાત પણે કોરોના રિપોર્ટ નેગેટિવ તમામ કામકાજ કરનાર લોકોના હોવા જરૂરી બન્યું છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને વેપારીઓને આ બાબતે સતર્કતા દાખવવા અપીલ કરી છે.

સુરેન્દ્રનગર કલેક્ટર એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
સુરેન્દ્રનગર શહેર -વઢવાણ -દુધરેજ નગર પાલિકા ચોટીલા, થાનગઢ, મુળી, લીંબડી,ચુડા,લખતર,પાટડી,ધ્રાંગધ્રા,સાયલા, નગર પાલિકા વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓએ તેમના કોવિડ નેગેટીવ હોવા બાબતેનો 10(દસ) દિવસથી વધુ સમયનો ન હોય તેવો રીપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે.

સ્થળ
શાકભાજીના છુટક/જથ્થાબંધ વિક્રેતા, હોટલ રેસ્ટોરરન્ટમાં કામ કરતા તમામ, ખાણીપીણીની લારી ગલ્લાવાળા, રીક્ષા/ટેક્ષી-કેબવાળા/ભાડે ફરતા વાહનોના ડાઇવર,ક્લીનર, પાનના ગલ્લાવાળા/ચા ની કીટલી દુકાન, હેર સલુન, તથા બ્યુટી પાર્લરમાં કામ કરતા ઇસમો, ખાનગી સીક્યુરીટી એજન્સીના ગાર્ડ તથા સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે, સુથાર લુહાર ઇલેકટ્રીશીયન,પ્લમ્બર,ટેકનીશીય વિગેરે શોપીંગ મોલ, અને શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા ઇસમો

વિસ્તાર
આ જાહેરનામાની અમલવારી માટે સુરેન્દ્રનગર શહેર-વઢવાણ -દુધરેજ નગર પાલિકા, ચોટીલા, થાનગઢ, મુળી, લીંબડી, ચુડા,લખતર,પાટડી, ધાંગધ્રા, સાયલા, નગર પાલિકા વિસ્તારમાં લાગુ પડશે.

મુક્તિપાત્ર અપવાદ
(1) કોવિડ-19 અંતર્ગતની રસીનો ડોઝ લીધેલ હશે તે ઇસમને લાગુ પડશે નહી 2 સીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગ્યેથી રજુ કરવાનુ રહેશે.

હુકમનો ભંગ કરનારને શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ તથા લાગુ પડતી બીજી કાનુની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઘી પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને તથા સબંધિત નગર પાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ નગર પાલિકાના વર્ગ-3ના દરજ્જા સુધીના તમામ કર્મચારીને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કલમ-188 તથા ગુ.પો.અધિનિયમ-7,135 મુજબ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Loading...
Advertisement