મોરબીનાં મકનસરમાથી કબ્જે લેવાયેલ આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની 9220 બોટલનું સેમ્પલ લેબમાં મોકલાયું

10 June 2021 01:02 PM
Morbi Crime Saurashtra
  • મોરબીનાં મકનસરમાથી કબ્જે લેવાયેલ આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની 9220 બોટલનું સેમ્પલ લેબમાં મોકલાયું

મોરબી, તા. 10 મોરબીનાં મકનસર ગામે વાદીપરામાં એલસીબીની ટીમે રેડ કરીને આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલોનું વેચાણ કરતાં એક શખ્સની ધરપકડ કરી દુકાન તથા તેના મકાનેથી આયુર્વેદીક હર્બલ ટોનીકની કંપની શીલ પેક નાની મોટી 9220 બોટલો કબ્જે કરીને પોલીસે 7.88 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને શંકાસ્પદ બોટલની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરેવામાં આવી છે અને સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


મોરબી નજીકના મકનસર ગામે વાદીપરા વિસ્તારમાં રહેતા જયેશભાઇ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા કોળીના રહેણાંક તથા દુકાનમાં આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલોનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે તેવી બાતમી મોરબી એલસીબીના પીએસઆઈ એન.બી. ડાભી અને વિક્રમસિંહ સબળસિંહ બોરાણાને મંગળવારે મળેલ હતી જેના આધારે મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો કોળીના ઘરે એલસીબીની ટિમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જયેશભાઇ ઉર્ફે લાલો કોળી (ઉ 25) રહે, નવા મકનસર, વાદીપરાની દુકાન તથા મકાનેથી આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની પ્લાસ્ટીકની કંપની શીલ પેક નાની મોટી 9220 બોટલો મળી આવી હતી.

   
     મોરબી એલસીબીની ટીમે 7,83,300 નો આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલ જથ્થો તેમજ જયેશે રજુ કરેલ બીલોમાં વિસંગતતા જોવા મળી છે જેથી પોલીસે મોબાઇલ સહિત કુલ 7,88,300 નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે સી આરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે અને જયેશભાઇ ઉર્ફે લાલો જે આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો વેચાણ કરતો હતી તેમાં કોઇ આલ્કોહોલીક કે માનવ શરીરને નુકશાન થાય તેવું પ્રવાહી છે કે કેમ ? તે બાબતે પુથ્થકરણ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરીને સેમ્પલ મોકલવામાં આવેલ છે તેવું ડીવાયએસપી રાધિકા ભારાઇએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ છે તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement