મોરબી : દિવ્યાંગ કિશોરના પોલીસે સોશ્યલ મિડીયાના માધ્યમથી વાલીવારસને શોધી કાઢ્યા

10 June 2021 01:07 PM
Morbi
  • મોરબી : દિવ્યાંગ કિશોરના પોલીસે સોશ્યલ મિડીયાના માધ્યમથી વાલીવારસને શોધી કાઢ્યા

મોરબી, તા. 10 મોરબી જીલ્લામાં એસપી અને ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ ગુકશુધા કિશોર અને કિશોરીને શોધી કાઢવા કામ કરવામાં આવતું હોય છે દરમ્યાન મોરબી તાલુકાનાં પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને સ્ટાફના માણસો સઘન પ્રયત્નો કરતાં હતા ત્યારે તા 22/5 ના રોજ રાહદારીને એક દિવ્યાંગ બાળક માળીયા - મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને પોલીસ સ્ટેશન ખાતે આવી બાળકને પોલીસને હવાલે સોપયો હતો જો કે, તે દિવ્યાંગ બાળકનું નામ - સરનામું મેળવવા પ્રયત્ન કરતા હતા પરતું બાળક અભણ હોય તેની માહિતી મળતી ન હતી ત્યારે પોલિસે જુદી જુદી સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

દિવ્યાંગને પરીવારના એક સભ્યની જેમ રાખીને જીવન જરૂરીયાતની સવલતો પુરી પાડી હતી અને દરરોજ અલગ અલગ સોશ્યલ મિડીયાના માધ્યમથી અલગ અલગ શહેરો, સ્થળો, પોલીસ સ્ટેશન, ભાષા વિગેરેના ફોટાઓ દિવ્યાંગને બતાવતા હતા ત્યારે ઓરીસ્સા ભાષા તથા જગન્નાથ મંદિરના ફોટાઓ જોતાની સાથે જ પોતે ત્યાંનો હોવાની હાથાના ઇશારાઓથી પ્રતિક્રિયા આપી હતી ત્યાર બાદ મોરબી તાલુકાના સિરામીક વિસ્તારમાંથી ઓરીસ્સા રાજ્યના અલગ અલગ મજુરોના સંપર્ક કરી તા 7/6ના રોજ દિવ્યાંગનો એક વિડીયો બનાવી ઓરીસ્સા રાજ્યના મજુરોની મદદથી ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાયરલ કર્યો હતો અને તેના વાલીને શોધી કાઢ્યા હતા.

દિવ્યાંગનું નામ બુધ્યાસીંગ બીરાસિંગ સુકાસિંગ રહે. ખાનનગર, બાલાસોર, ઓરીસ્સા વાળો હોવાનું સામે આવ્યું હતું અને સિયારામ સિરામીકમાં કામ કરતા તેના ગામના રંગા કટી દલઇ રહે. ભુલાશાહી, ખાનનગર, ઓરીસ્સા વાળાને તે બાળક સોંપી આપી સિયારામ સિરામીકના માલીક જયપ્રકાશભાઇ બાવરવાના સહયોગથી મળી આવેલ દિવ્યાંગને તેના વતન મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.


Loading...
Advertisement