મોરબી જીલ્લામાં નકલી બિયારણ વેંચનારા વેપારીઓ ઉપર ધોસ બોલાવવા રજૂઆત

10 June 2021 01:12 PM
Morbi
  • મોરબી જીલ્લામાં નકલી બિયારણ વેંચનારા વેપારીઓ ઉપર ધોસ બોલાવવા રજૂઆત

મોરબી, તા. 10 મોરબી જીલ્લામાં ચોમાસું સીજન પહેલા ખેડૂતો બિયારણની ખરીદી કરતાં હોય છે ત્યારે ઘણા વેપારીઓ દ્વારા નકલી બિયારણનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોય છે આવા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીઓની તપાસ કરીને નકલી બિયારણનું મોરબી જીલ્લામાં વેચાણ કરતાં અટકાવવા માટે જુદીજુદી સંસ્થાના આગેવાનો દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે ચોમાસું નજીક છે. ત્યારે ખેડુતો ખેતરમાં વાવણી કરતાં હોય છે ત્યારે અમુક વેપારીઓ નકલી બિયારણ ધાબડતા હોય છે માટે એગ્રો ધારક અને દુકાનદારો પર બાજ નજર રાખવા સીએમ દ્વારા ખેતીવાડી અધિકારીઑને યોગ્ય આદેશો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવિ છે મોરબી જીલ્લાના તમામ બિયારણ એગ્રો ધારકો અને દુકાનદારો વધુ પૈસા કમાવવાની લાલચ રાખી નકલી બિયારણ કે જંતુનાશક દવા વેચવાનો ગોરખ ધંધો કરતા હોય તો તેઓને નકલી બિયારણ ન વેચવા માટે અપીલ કરવામાં આવી છે કેમ કે. નકલી બિયારણ કોઈ ખેડૂતને વહેંચો છો તો એ બિયારણ વાવે છે જો કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દેણદાર બને છે અને ઘણા ખેડુત આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે ખેડુતો પ્રત્યે દયા ભાવના રાખવા અને નકલી બિયારણ વેચતા તત્વોને કંટ્રોલ કરવા માટે હડમતિયાના સામાજીક કાર્યકર રમેશ ખાખરીયા, લજાઈ ગૌતમભાઈ વામજા,વાંકાનેર અર્જુનસિંહ વાળા, મોરબી કાંતિલાલ બાવરવા, ગ્રાહક સુરક્ષાના લાલજીભાઈ મહેતાએ ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે.


Loading...
Advertisement