મોરબીના કારખાનામાં 9 વર્ષના બાળકે ગળેફાંસો ખાધો

10 June 2021 01:16 PM
Morbi
  • મોરબીના કારખાનામાં 9 વર્ષના બાળકે ગળેફાંસો ખાધો

લેબર કવાર્ટરમાં ઘટના : ઝારખંડના ‘સિકુર’ની લાશ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ

મોરબી તા.10
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલ સિરામિકના કારખાનાના લેબર કવાર્ટરમાં નવ વર્ષના બાળકે પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલની પાસે આવેલ એક્ષોલી સિરામિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં ઝારખંડના રહેવાસી પાતોરભાઇ પાંડુભાઇ સાવૈયાના નવ વર્ષના દીકરા સિકુર પાતોરભાઇ સાવૈયાએ પોતાના જ લેબર કવાર્ટરમાં કપડાથી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાર બાદ મૃતકની લાશને પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં મૃતકની માતા લુડુગીબેન પાતોરભાઇ સાવૈયાની ફરીયાદ લઇને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

સાત શખ્સો છરી સાથે ઝડપાયા
મોરબીના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ગઈકાલે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સિપાઈવાસ વિસ્તાર પાસેથી મુનાવર ઉર્ફે મુન્નો ઈબ્રાહીમભાઇ પીપરવાડીયા જાતે પિંજારા (25), મોચીશેરી પાસેથી ઇમરાન ઉર્ફે પસ્તી સિકંદર દેવાણી જાતે મિયાણા (31), દરબારગઢ ગ્રીન ચોક વિસ્તાર પાસેથી સાગર રજનીભાઈ સુખડિયા જાતે કંદોઇ (29), કાલીકા પ્લોટ વિસ્તારમાંથી સબ્બીર દિલાવરભાઈ કટીયા (19), ઈકબાલ હુસેન દલવાણી (27), રવિ નીતિભાઇ સોલંકી (25) અને નદીમ ઉર્ફે બુધો સત્તારભાઈ વડગામા (23) છરી સાથે ઝડપાયેલ છે જેથી પોલીસે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement